HM Amit Shah Blames Pandit Jawaharlal Nehru For Formation Of PoK
  • Home
  • Assembly Election
  • મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુંજ્યો 370નો મુદ્દો, અમિત શાહે PoK કોંગ્રેસ પર લગાવ્યો ગંભીર આર્રોપ

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુંજ્યો 370નો મુદ્દો, અમિત શાહે PoK કોંગ્રેસ પર લગાવ્યો ગંભીર આર્રોપ

 | 3:15 pm IST

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે પ્રદેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મુંબઈમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકતા વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરવાના નિર્ણયનો વિરોધ કરવા અંગે કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે કાશ્મીર રાજકીય મુદ્દો છે, પરંતુ અમારા માટે તે દેશભક્તિ છે. કોંગ્રેસે કાશ્મીરમાં નરસંહારનું જુઠ્ઠાણું ફેલાવ્યું છે, પરંતુ ત્યાં એક ગોળી પણ ચલાવાઈ નથી. હવે ચૂંટણીમાં નિર્ણય જનતાએ કરવાનો છે કે કોનો સાથ આપવો જોઈએ.

શાહે કહ્યું કે, રાહુલ બાબા આપણી પેઢીઓ ક્યારેય કાશ્મીર માટે બલિદાન આપવામાં પાછી નથી રહી.. અનુચ્છેદ 370 ખતમ કરવો એ ભાજપ માટે કોઈ રાજકીય મુદ્દો ન હતો. તે ભારત માતાને અખંડ બનાવવાનો સંકલ્પ છે. તમને આમાં રાજનીતિ દેખાઈ રહી છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે. 1950માં સરદાર પટેલના મૃત્યુ બાદ 1952માં દિલ્હી કરાર થયો હતો, જે અનુચ્છેદ 370નો પાયો હતો. ત્યારબાદ 370 અને 35A લગાવાઈ હતી. તેના જ કારણે ભારતનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો ન હતો.

ભારતમાં પાકિસ્તાનથી જે શરણાર્થી આવ્યાં, હિન્દુ ભાઈ આવ્યાં, તે કાશ્મીરમાં ગયા અને તેમને પણ નાગરિકતા મળી ન હતી. તેમને નાગરિકતા અને સન્માન મોદીજીએ અપાવ્યું. 370થી આતંકવાદ આવ્યો, અલગાવવાદ આવ્યો.

‘PM મોદીના સાહસના કારણે 370 હટ્યો’

ગૃહમંત્રીએ કહ્યું કે, અમે આર્ટિકલ 370 અને 35એ હટાવવા માટે સમર્પિત કાર્યકર્તા રહ્યા છીએ. જ્યારથી આર્ટિકલ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી જનસંઘ અને ભાજપે તેનો વિરોધ કર્યો છે. તેની સાથે તેઓએ કહ્યું કે, દેશની સાથે કાશ્મીરને જોડવામાં અડચણ રહી છે, સાથોસાથ દેશની એકતામાં પણ અડચણ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સાહસ અને હિંમતના કારણે આ વખતે સંસદના પહેલા જ સત્રમાં આર્ટિકલ 370ને ઉખાડી ફેંકવામાં આવ્યો. હું ગર્વગી કહી શકું છું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હવે ત્યાં આર્ટિકલ 370 નથી.

અમિત શાહે કહ્યું કે, આર્ટિકલ 370ના કારણે દેશમાં આતંકવાદ આવ્યો. ત્યારબાદ જ કાશ્મીરથી કાશ્મીરી પંડિતો, સૂફી-સંતોને કાઢી મૂકવામાં આવ્યા, આતંકવાદ ચરમ પર પહોંચ્યો અને અત્યાર સુધી 370ના કારણે લગભગ 40,000 લોકો માર્યા ગયા, અને કોંગ્રેસ પૂછે છે કે 370ને કેમ હટાવ્યો.

‘કાશ્મીરમાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત નથી થયું’

તેની સાથે જ તેઓએ કહ્યું કે, 5 ઑગસ્ટથી લઈને આજ સુધી કાશ્મીરમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું. 370 હટાવ્યા બાદ જનતા શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહી છે, ત્યાંના માત્ર 10 પોલીસ સ્ટેશનોમાં પ્રતિબંધિત કલમો લાગી છે, 99 ટકા લેન્ડલાઇન શરૂ કરવામાં આવી છે, વેપાર ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન