Hockey World Cup: Panchia Brothers in arms - Gujarati
  • Home
  • Featured
  • ન્યૂઝીલેન્ડની હોકી ટીમમાં ગુજરાતી મૂળના ‘પાંચિયા બ્રધર્સ’, ભારતમાં જ ટીમને જીતાડવા મેદાન પર

ન્યૂઝીલેન્ડની હોકી ટીમમાં ગુજરાતી મૂળના ‘પાંચિયા બ્રધર્સ’, ભારતમાં જ ટીમને જીતાડવા મેદાન પર

 | 10:58 am IST

આપણે ત્યાં સામાન્ય રીતે સ્પોર્ટ્સ જગતમાં ક્રિકેટ એટલે પૂરું. ગુજરાતીઓમાં પણ એટલા જ ક્રિકેટ રસિયાઓ જોવા મળતા હોય છે. પરંતુ આપણા બધા માટે એક ગૌરવની વાત એ છે કે હોકી વર્લ્ડ કપમાં બે ગુજરાતી ખેલાડીઓ સામેલ છે. પરંતુ ભારતીય ટીમમાં નહીં ન્યૂઝીલેન્ડની ટીમમાં.

ઘરઆંગણે શરૂ થયેલા હોકી વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમા હાલ તો એકેય ગુજરાતી નથી. પરંતુ આપણે માટે ગૌરવ લેવા જેવી બાબત એ સામે આવી છે કે ન્યૂઝીલેન્ડની ટીમમા એક નહીં પણ મૂળ બે ગુજરાતી ખેલાડીઓ સામેલ છે.

જી હા 29 વર્ષનો અરૂણ પાંચિયા તો ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન છે અને 256 મેચ રમી ચૂકયો છે. જ્યારે 25 વર્ષનો જેર્ડ પણ છેલ્લા કેટલાક સમયથી ન્યૂઝીલેન્ડની ટીમનો નિયમિત સભ્ય છે.

ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ન્યૂઝીલેન્ડની મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો ત્યારે બંને પાંચિયા બ્રધર્સ ટીમમાં સામેલ હતા.

અરૂણ પાંચિયાએ કહ્યું કે, જ્યારે-જ્યારે અમને ન્યૂઝીલેન્ડની ટીમમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, ત્યારે અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. હાલની ટીમ ઘણી સારી છે અને અહીં રમવા આવતાં પહેલાં અમે સખત તૈયારી કરી છે.
અમને આશા છે કે, ભુવનેશ્વરમાં અમે સારો દેખાવ કરીને ટીમને વિજેતા બનાવીશું. અરૂણ અને જેર્ડ પાંચિયાના પરદાદા 1920ના દાયકામાં ન્યૂઝીલેન્ડ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન