પકડી શકો તો પકડી પાડજો ! ૧૪ મહિનાની બેબીએ બાબાગાડીમાં સવારી કરી - Sandesh
  • Home
  • World
  • પકડી શકો તો પકડી પાડજો ! ૧૪ મહિનાની બેબીએ બાબાગાડીમાં સવારી કરી

પકડી શકો તો પકડી પાડજો ! ૧૪ મહિનાની બેબીએ બાબાગાડીમાં સવારી કરી

 | 12:33 am IST

નાની ઉંમરે ફેમસ બની જવું વધારે સારું છે તેવી ચીની કહેવત તેના જ દેશની એક બેબીએ સાચી પાડી છે. ચીનના હુબેઈ પ્રાંતની ૧૪ મહિનાની છોકરી લોંગ યીશીને એક એવું સાહસ કરી દેખાડયું કે રાતોરાત સોશિયલ મીડિયાનું આકર્ષણ બની ગઈ. ૧૪ મહિનાની ઉંમરે તો બાળક ભાખોળિયા ભરતાં પણ શીખતું નથી ત્યારે યીશીને આપમેળે સ્થિર થનાર સ્કૂટર જે હોવરબોર્ડ તરીકે જાણીતું છે તેની પર સવારી કરીને લોકોનો દિલ જીતી લીધા હતા. યીશીને તેના ઘેર લગભગ એક મહિના સુધી હોવરબોર્ડ પર ફરવાનું શીખી હતી જે પછી તેને હોવરબોર્ડ પર ફરવાની આદત થઈ ગઈ હતી. યીશીને તેના મોટાભાઈના રમકડાંના ઢગલામાંથી આ સ્કૂટર શોધી કાઢયું હતું અને તરત જ તેના પર સવાર થઈને રસ્તા પર રમવા લાગી હતી. હોવરબોર્ડ પર બિનધાસ્ત અને ભયમુક્ત બનીને ફરી રહેલી યીશીનનો વીડિયો વાઇરલ બનતાં લાખો લોકોએ તેના આ સાહસને વખાણ્યું હતું. યીશીને જ્યારે પણ સમય મળે ત્યારે તે હોવરબોર્ડ પર સવાર થઈને બહાર નીકળી જાય છે અને હવે તે રસ્તા પર સીધી લાઇનમાં જઈ શકે છે કે વળાંક લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન