Holi 2019: Important Things to Know about Holika Dahan
  • Home
  • Astrology
  • ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા હોલિકા દહન સમયે રાખો આ બાબતોનું ધ્યાન

ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા હોલિકા દહન સમયે રાખો આ બાબતોનું ધ્યાન

 | 7:07 pm IST

આ વર્ષે સંપૂર્ણ દેશમાં હોળીના તહેવારની ઉજવણી 21મી માર્ચે કરવામાં આવશે. રંગોના આ તહેવારના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે દરિદ્રતાથી મુક્તિ મેળવવા માંગો છો તો આ દિવસે શરીર પર ઉપટણ લગાવી તેના અંશને હોલિકા દહનની અગ્નિમાં મૂકવા. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવાની સાથે ગરીબી પણ દૂર થાય છે. પરંતુ હોલિકા દહન કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો આવો જાણીએ કે બાબતો વિશે…

હોલિકા દહનમાં રાખો આ બાબતોનું ધ્યાન:

  • યોગ્ય મુહૂર્ત પર હોલિકા દહન કરવું.
  • હોલિકા દહન પૂર્ણિમાના અંતિમ ભાગમાં એટલે ભદ્રા રહિત કાળમાં થશે.
  • હોલિકા દહનનું મુહૂર્ત-20મી માર્ચે બુધવારે રાતે 9:05 અને 11:31 વચ્ચે હશે. કારણ કે એ સમય ભદ્રા રહિત હશે. તેથી સાંજે હોલિકા દહનનો સમય રાખવામાં આવ્યો છે.
  • હોલિકા દહન પહેલા પૂજા કરવી. પછી ગંગાજળથી સ્થાન પવિત્ર કરવું. પૂજામાં દીવો, ધૂપ, એક ફૂલોની માળા, શેરડી, ચોખા, કાળા તલ, કાચો સૂતર, પાણીનો લોટો, પાપડ ચઢાવવા.
  • હોલિકા દહન ગાયના છાણાં અને લીમડાના ઝાડના લાકડાથી પ્રગટાવવી. પૂજામાં હનુમાનજી અને શીતળા માતાને પ્રમાણ કરવા.
  • હોલિકા દહનમાં નાળિયેર ગોળા, સુપારી અને સિક્કાનો ઉપયોગ કરો. નાળિયેર બાળકોની બુદ્ધિમાં વધારો કરે છે અને દિમાગને તેજ કરે છે. જ્યારે સુપારી ખરાબ આદતો અને ખરાબ વિચારોથી દૂર રાખે છે.
  • હોલિકા દહનના બીજા દિવસે એટલે કે ઘુળેટીના દિવસે હોલિકા દહનના સ્થાને એક લોટો ઠંડું પાણી રેડવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન