બચ્ચન પરિવારે આ રીતે ઉજવી હોળી, અમિતાભે કર્યું ટ્વિટ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બચ્ચન પરિવારે આ રીતે ઉજવી હોળી, અમિતાભે કર્યું ટ્વિટ

બચ્ચન પરિવારે આ રીતે ઉજવી હોળી, અમિતાભે કર્યું ટ્વિટ

 | 1:33 pm IST

અમિતાભ બચ્ચનના ઘરની ‘હોલી પાર્ટી’ બોલિવુડમાં ઘણી પ્રખ્યાત હતી. આ દરમિયાન બોલિવુડ કલાકારો ભેગા થતાં હતા, પરંતુ 2008થી હોળી ધૂમધામથી મનાવવાનું બંધ કરવામાં આવ્યું. આ વખતે હોળી અગાઉ અમિતાભ બચ્ચન શ્રીદેવીના અવસાનને કારણે ઘણાં દુ:ખી નજર આવ્યા હતા જેને કારણે તેમણે હોળી ના મનાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમણે ગુરુવારે ઘરમાં હોલીકા દહન અને પૂજા-અર્ચના જરૂર કરી હતી.

અમિતાભ બચ્ચને હોલીકા દહનની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરમાં અમિતાભ, જયા, ઐશ્વર્યા, શ્વેતા અને આરાધ્યા દેખાઇ રહ્યાં છે.

અમિતાભે ટ્વિટર પર લખ્યું કે, ‘હોલીકા દહન કરવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી. આ અવસર પર ખાસ મિઠાઇ પણ ખાવામાં આવી.’