તમારી હોળીને બનાવવી છે રંગીન તો આ એપ્સને કરી લો ડાઉનલોડ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • તમારી હોળીને બનાવવી છે રંગીન તો આ એપ્સને કરી લો ડાઉનલોડ

તમારી હોળીને બનાવવી છે રંગીન તો આ એપ્સને કરી લો ડાઉનલોડ

 | 8:34 pm IST

જો આપણે એપ્સની વાત કરી રહ્યાં છીએ તો તમને જણાવી દઈએ કે, સ્માર્ટફોન અને એપ્સ આપણા જીવનનું એક મહત્વનું ભાગ બની ગયા છે. જ્યા તમે ડિજિટલ ઈન્ડિયા દ્વારા ઈન્ડિયાને હાઈટેક બનાવાની ચર્ચા ચાલી રહી છે. ઈન્ડિયાને હાઈટેક બનાવવા પાછળ એપ્સ મહત્વનો ભાગ ભજવી રહી છે. અલગ-અલગ એપ્લિકેશન આપણા જીવનને સરળ બનાવી રહી છે. આપણા જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી થાય તેવી એપ્લિકેશન હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.

હોળી ફોટ ઈફેક્ટ: જો તમે સોશ્યિલ મીડિયા પર વધારે એક્ટિવ રહો છો અને તમારા મિત્રોને પોતાની તસવીર મોકલવાનું પસંદ કરો છો તો હોળી ફોટો ઈફેક્ટ એપ તમને એક નવું જ એક્સપીરિયન્સ આપશે. આ એપ્લિકેશન તમારી હોળીને રંગોથી ભરી દેશે. આ એપ દ્વારા તમારા બધા જ ફોટોને એડિટ કરીને હોળીના રંગોમાં ફેરવી શકો છો.

હોળી ફોટ ફ્રેમ્સ : જેવી રીતે નામથી જ ખબર પડે છે કે, તમે આ એપ દ્વારા પોતાની હોળીની ફોટો ફ્રેમ તૈયાર કરી શકો છો. આ એપના માધ્યમથી તમે પોતાની તસવીરેન રંગબેરંગી ફ્રેમમાં ફેરવી શકો છો. તમારા મિત્રોને પણ આ ફોટો જોઈને એડિટ કર્યા હોવાનું ખ્યાલ સુદ્ધા પણ આવશે નહી. તે ઉપરાંત હેપ્પી હોળી 2017 શુભેચ્છા, હેપ્પી હોળી-કલર યોર પિક્સ અને હોળી GIF 2017 નામની એપ્લિકેશનથી તમે તમારા ફોટાઓને હોળીના રંગબેરંગી ફોટામાં બદલી શકો છો.