બરસાનામાં શરૂ થઈ ગયો હોળીનો તહેવાર, આજે રમાય છે લઠ્ઠમાર હોળી - Sandesh
  • Home
  • Holi
  • બરસાનામાં શરૂ થઈ ગયો હોળીનો તહેવાર, આજે રમાય છે લઠ્ઠમાર હોળી

બરસાનામાં શરૂ થઈ ગયો હોળીનો તહેવાર, આજે રમાય છે લઠ્ઠમાર હોળી

 | 12:59 pm IST

નંદગામના રહિશો માટે હોળીનો તહેવાર ખાસ હોય છે. તેઓને હોળી રમવા માટે બરસાનાથી આજે ખાસ નિમંત્રણ સ્વીકાર કરીને ગુરુવારે શ્રીજી મંદિરમાં લડ્ડૂ હોળી રમી. તો આજે દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ બે હાથથી લાડુઓને લૂંટ્યા. જ્યારે આજે 15મી માર્ચે લઠ્ઠમાર હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. બરસાનાની લઠ્ઠમાર હોળી જોવા દેશ વિદેશમાંથી હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બરસાના પહોંચી ગયાં છે. આ દિવસે નંદગામના ગ્વાલ બાળ હોળી રમીને રાધા રાણીના ગામ બરસાના જાય છે અને બરસાના ગામના લોકો નંદગામમાં આવે છે.

હોળી રસિયાઓના નૃત્યને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. લાડુઓને ખાવાને બદલે ભક્તોએ તેનો વરસાદ કરવો શરૂ કરી દીધો હતો.

લડ્ડુ હોળી પછી આજે રમાય રહી છે લઠ્ઠમાર હોળી

બરસાનાની ગોપીઓ મહિના દિવસ પહેલાંથી લઠ્ઠમાર હોળીની તૈયારીઓમાં લાગી ગઈ છે. નંદગામના ગોપ જેને હુરિયારે કહેવાય છે તે બરસાના પહોંચી ગયા છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરા અનુસાર ગોપોની ભારે પિટાઈ થઈ રહી છે. પ્રેમ રસમાં તરબોળ આ પગલાઓ લઠ્ઠમાર હોળીનો આનંદ માણી રહ્યાં છે તેને જોવા દેશ વિદેશથી સહેલાણીઓ આવી પહોંચ્યા છે. રસ મસ્તીની છોળો ઉછળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન