હોળી-ધૂળેટીમાં વાળ-ત્વચાની કાળજી - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • હોળી-ધૂળેટીમાં વાળ-ત્વચાની કાળજી

હોળી-ધૂળેટીમાં વાળ-ત્વચાની કાળજી

 | 7:07 am IST

બ્યુટી । રશ્મિ

હોળી એ રંગોનો તહેવાર તરીકે પ્રચલિત છે. સાથે સાથે તે પ્રેમ આપવાનો, રમવાનો, હસવાનો, આનંદ ને ઉલ્લાસનો પણ તહેવાર છે. હોળી એવો વિરલ તહેવાર છે કે જેમાં તમે તમારા મિજાજી કે ખરાબ સ્વભાવવાળા પડોશીને પૂરેપૂરા ભીંજવી શકો છો ને બદલામાં ગુજીયા (એક મીઠાઈ) પણ મેળવી શકો છો.

હોળીના રંગો પારંપરિક રીતે કુદરતી છોડમાંથી પ્રાપ્ત કરવામાં આવતા હતા. આ રંગો સરળતાથી ધોઈ શકતા હતા ને શરીર પરની સરળતાથી નીકળી જાય તેવા હતા. જેમાં હળદળ, કેસૂડો, લીમડો, કેસર, અબીલ અને કુમકુમનો ઉપયોગ થતો હતો. પણ હવે વર્ષોથી કુદરતી રંગોને બદલે કૃત્રિમ રંગોએ સ્થાન લીધું છે કે જેમાં રસાયણો, અબરખનાં ચળકતા કણો અને સીસું હોય છે. આ તત્ત્વો ત્વચા પર ખૂજલી ઉત્પન્ન કરે છે. અને ખોપરીની ઉપરની ત્વચાને (scalp) પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત તડકામાં ખુલ્લાં રહેવાથી સૂર્યના હાનિકારક ેંફ કિરણો પણ ત્વચા પરનો ભેજ શોષી લે છે, ને ત્વચા શુષ્ક થઈ તામ્રવર્ણની (tan) થઈ જાય છે. જો હોળીમાં કેમિકલવાળા રંગોને બદલે હર્બલ રંગોનો ઉપયોગ કરવામાં આવો, તો તે ત્વચા માટે સર્વોત્તમ વિકલ્પ છે, કારણ કે બીજા આપણા પર રંગો છાંટે તો તેના પર આપણો કાબૂ હોતો નથી, માટે અહીં તમને આ પર્વની ઉજવણી કરવા બહાર નીકળો ત્યારે તમારી ત્વચાને રંગોના હુમલાથી બચાવવાની ને તેને ધ્યાનમાં રાખવાની બાબતો નિષ્ણાત દ્વારા આપેલ છે.

પારંપરિક રીતે લોકો આ તહેવારમાં સફેદ પોશાક પહેરતાં હોય છે પણ બને ત્યાં સુધી હળવા રંગોના પોશાક પહેરવાનું ટાળવું જોઈએ કારણ કે આ પોશાકો વધુ પાણી અને રંગ શોષી લે છે. તમે હાથ-પગ ઢંકાય તેવું આખી બાયનું શર્ટ કે ટોપ ને પેન્ટ પહેરો, ગરદનનો ભાગ ઢંકાય તે માટે ઊંચા કોલરનો કે બંધ ગળાનો પોશાક પહેરો જેથી તેટલાં ભાગની ત્વચાનું રક્ષણ થાય. હોળી પહેલાં એક્સોફોલિયેશન, સ્ક્રબ, કેમિકલ પીલ કે ફેસિયલ કરાવવું નહીં. હોળી રમતાં પહેલાં સન બ્લોક કે જે તમારી ત્વચાને રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે તેનો ઉપયોગ કરો. જેની ત્વચા શુષ્કથી સામાન્ય છે તેણે ચીકણું ને SPFની વધારે અસર ધરાવતું સનસ્ક્રીન લગાડવું જોઈએ. ત્વચા ચિકિત્સકોની સૂચના અનુસાર જો તમારી ત્વચા પર ખીલ હોય તો ઓઈલ ફ્રી સનબ્લોક લગાડવું જોઈએ.

ત્વચાને અને સ્કાલ્પને મુલાયમ કરનારું ક્રીમ, વેસેલીન અથવા તેલ લગાડો.

તમે આ રંગોનો તહેવાર બહુ ઊજવવા બહાર નીકળો તે પહેલા ચહેરા પર બદામનું તેલ લગાડો. આખા શરીર પર ને સ્કાલ્પ પર કેસ્ટર ઓઈલમાં ગુલાબજળ ભેળવીને લગાડો.

ત્વચાને ભેજયુક્ત રાખવા ખૂબ પાણી પીઓ.

હોળીની ઉજવણી કરવા બહાર નીકળો તે પહેલાં એન્ટિ એર્લિજક ગોળી ગળો. ગોળી એક કલાક પહેલાં ગળો

થોડાં દિવસો અગાઉથી જ એરોમાં થેરાપી પણ મદદ કરી શકે છે. બે ટીપાં ટી ટ્રી ઓઈલ અને પેચૌલી ઓઈલ અને અડધી ચમચી ડેડ સી સોલ્ટના મિશ્રણને બોટલમાં ભરી બરાબર હલાવો. દિવસમાં બે વાર તેને ચહેરા પર છાંટો. આનાથી ત્વચાની એલર્જી અને ચકામાં પડતાં અવરોધાશે.

રંગ રમવા તમે બહાર નીકળો તે પહેલાં એરોમા ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. એક ટી. સ્પૂન જોજોબા ઓઈલમાં એક ટીપું લવન્ડર ઓઈલ અને એક ટીપું ટી ટ્રી ઓઈલ ભેળવીને ત્વચાને રક્ષણાત્મક કવચ પૂરું પાડી શકાય છે.

શક્ય તેટલાં ગાઢા રંગોથી નખ રંગો જેથી હોળીનો રંગ નખમાં જાય નહીં.

ઉજવણી પછીની ત્વચાની અને વાળની માવજત

હોળી રમ્યાં પછી તમારી ત્વચાને સાબુથી સાફ કરવાને બદલે હળવા ફેસવોશ, બેબી ઓઈલ અથવા મુલતાની માટીથી સાફ કરો. ગ્લીસરીનયુક્ત સાબુ કે બેસનનો ઉપયોગ કરો ને તેમાં દૂધ ભેળવવાથી ત્વચાના છિદ્રોમાંથી રંગ સાફ થશે.

તમારી ત્વચાને જોરથી ઘસવાથી તેને હાનિ પહોંચશે. તે લાલ થશે ને પછી સોજો આવશે, તેથી લુફાથી ત્વચાને હળવે હળવે ઘસો.

સ્નાન કર્યા પછી ત્વચા ભીની હોય ત્યારે તરત જ મોૃરાઈઝર ચહેરા પર અને શરીર પર લગાડો. ચકામાં પડયા હોય તો તમે ઓલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

સંજોગોવશાત રંગ આંખમાં ગયો હોય તો આંખના ટીપાં હાથવગા રાખો.

વાળ ધોતી વખતે સૂકો રંગ અને અબરખનાં ઝીણાં કણો કાઢવા માટે ખૂબ સાદા પાણીથી રંગ સારી રીતે કાઢી નાંખો. માઈલ્ડ હર્બન શેમ્પુનો ઉપયોગ કરો. વાળમાં આંગળીઓ ફેરવી હળવે હળવે રંગ કાઢો. સ્કાલ્પમાં આંગળીઓ ફેરવી મસાજ કરો અને ફરીથી પાણીથી ધોઈ નાંખો.

છેલ્લે બિયરનો ઉપયોગ વાળ ધોવા કરો. આ તમારાં વાળને કન્ડિશનર કરવામાં મદદરૂપ રહેશે. તેમાં લીંબુ ઉમેરો અને શેમ્પૂ કર્યા પછી છેલ્લે વાળમાં રેડો. થોડી મિનિટ રહેવા દો અને પછી સાદા પાણીથી વાળ ધોઈ નાંખો.

બીજા દિવસે વાળને નરિશિંગ ટ્રીટમેન્ટ આપો. એક ચમચી શુદ્ધ નાળિયેર તેલમાં એક ટી. સ્પૂન દિવેલ ભેળવો. આ મિશ્રણને માથામાં લગાડો. ગરમ પાણીમાં ટુવાલ ડુબાડો અને પછી નીચોવી લો. આ રૂમાલને પાઘડીની માફક માથા પર વીંટાળી દો. પાંચ મિનિટ રહેવા દો. આ પ્રક્રિયા ત્રણથી ચાર વખત કરો. આનાથી વાળમાં ને સ્કાલ્પમાં તેલ સારી રીતે શોષાઈ જશે એક કલાક પછી તમારા વાળ ધોઈ નાખો.

વાળમાં ભેજ પુનઃ પ્રાપ્ત કરવા માટે અને વાળ ખરતાં અટકાવવા માટે બે ટે. સ્પૂન દહીં, ૨ ટે.સ્પૂન મધ અને એક ઈંડાની સફેદીનાં મિશ્રણને સ્કાલ્પ પર લગાડો અને ૩૦ મિનિટ રહેવા દો. પછી માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરી વાળ ધોઈ નાખો.