Holi Special Recipe Ghevar
  • Home
  • Holi
  • હોળીમાં આવી રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ઘેવર

હોળીમાં આવી રીતે ઘરે જ બનાવો એકદમ સ્વાદિષ્ટ ઘેવર

 | 11:08 am IST

હોળીના તહેવારમાં જાત-જાતની મીઠાઈઓ બનાવાનું મહત્વ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે રાજસ્થાની મીઠાઇ ઘેવર કંઇ રીતે એકદમ સ્વાદિષ્ટ બનાવા તેના વિષે જણાવીશું

ઘેવર બનાવા માટે જરૂરી સામગ્રી
– 6 કપ મેંદા લોટ
– 200 ગ્રામ ઘી
– અડધી ચમચી પીળો રંગ
– 1 કપ દૂધ
– 2 કપ ખાંડ ચાસણી માટે
– 1 ચમચી લીંબુનો રસ
– 1 ચમચી રોઝ વોટર
– 1 ચમચી આરાનો લોટ
– એલચી પાવડર, બદામ અને પીસ્તાની કતરી
– કેસર
– માવો

ઘેવર બનાવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં પાણી અને ખાંડને ઉકાળી લો. તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પીગળી ન જાય. હવે આ મિશ્રણમાં એક ચમચી લીંબુનો રસ અને રોઝ વોટર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં ઘી ઉમેરીને તેને બરાબર ફેટી લો. જ્યાં સુધી તે ક્રીમ જેવું ન બની જાય. હવે તેમા આરાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો, ત્યાર પછી તેમા મેંદો અને પાણી ઉમેરો. હવે તેમા બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરી લો.

હવે પેનમાં થોડૂંક ઘી ગરમ કરીને તેમા ગોળાકાર સાંચો રાખો. તેને અડધો ઘીમાં ડૂબાડીને રાખો. હવે તૈયાર મિશ્રણ તેમાં ઉમેરો. ત્યાર પછી તેને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરી લો. હવે ઘેવરને તૈયાર ખાંડના મિશ્રણમાં ઉમેરીને 30 મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર તેને બહાર નીકાળી તેને બદામ, પિસ્તા, ચાંદીના વરખ અને ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન