તમારા હોલિડે પ્લાનિંગને મજેદાર બનાવવા સાથે લઇ જાઓ આ વસ્તુઓ - Sandesh
  • Home
  • Food & Travel
  • તમારા હોલિડે પ્લાનિંગને મજેદાર બનાવવા સાથે લઇ જાઓ આ વસ્તુઓ

તમારા હોલિડે પ્લાનિંગને મજેદાર બનાવવા સાથે લઇ જાઓ આ વસ્તુઓ

 | 2:51 pm IST

આજકાલ દરેક લોકોને ફરવાનો શોખ હોય છે. પરંતુ જો ક્યાંય જવામાં જો સામાન પૂરતો ન હોય કે જરૂરી ચીજો ભૂલી જવાય તો તકલીફ થાય છે. વાંધો નહીં, ત્યાં જઈને લઈ લઈશું એવું વિચારીને આપણે હોલિડે માટેની બેગના પેકિંગ પર ખાસ્સું ધ્યાન નથી આપતા; પણ કપલ્સ વચ્ચે સામાન ભૂલી જવાને લીધે જ હોલિડે પર સૌથી વધુ ઝઘડા થાય છે એવું એક તારણમાં રીસન્ટ્લી આવેલું. એટલે બેગમાં શું મસ્ટ છે એ જાણી લો અને પછી શરૂ કરી દો પેકિંગ. આ કેટલીક એવી ચીજો છે જે ખૂબ જરૂરી ભલે ન લાગે, પણ સાથે લઈ જશો તો હોલિડે મજેદાર બની જશે.

મલ્ટિ-ગેજેટ ચાર્જર
હોલિડે પર જતા સમયે તમે પોતાની સાથે ઘરના દરેક મેમ્બરનો મોબાઇલ ફોન ઉપરાંત બાકીનાં પણ ગેજેટ્સ લઈ જશો. આ બધાનાં અલગ ચાર્જર ભરી બેગમાં જગ્યા રોકવાને બદલે મલ્ટિ-ગેજેટ ચાર્જિંગ સ્ટેશન સાથે લઈ જાઓ જેમાં જુદા-જુદા કોડ્ર્સ ફક્ત કનેક્ટ કરીને એમાં ફોન, ટેબ્લેટ, કેમેરા કે આઇપેડ જેવાં બધાં જ ગેજેટ્સ ચાર્જ કરી શકાશે. આ સિવાય એક પોર્ટેબલ ચાર્જિંગ ડિવાઇસ પણ સાથે રાખી શકાય જે પ્રવાસ કરતા સમયે જ્યાં ઇલેક્ટ્રિસિટીની સુવિધા ન હોય ત્યાં કામ આવી શકે.

કેમેરા
સ્માર્ટફોનમાં ભલે 12 મેગાપિક્સેલનો કેમેરા હશે, પણ એનાથી ડિજિટલ કે સ્ટિલ કેમેરા જેવા ફોટોગ્રાફ્સ નહીં આવી શકે. સાથે બાળકો હોય તો ડ્યુરેબલ અને ઈઝી ટુ યુઝ કેમેરા સાથે રાખો જે તેઓ પણ વાપરી શકે. હોલિડે પર ગયા હોવ ત્યારની પળોને હંમેશાં યાદ રાખવા માટે ફોટોગ્રાફ્સ એક જ રસ્તો છે અને એ માટે કેમેરા મસ્ટ છે.

એક્સ્ટ્રા ચંપલ
કપડાં જ સમાતાં નથી એમાં વળી બેગમાં ચંપલ ક્યાં મૂકવાનાં એવી દલીલો બેગ પક કરનાર કરે જ છે. જોકે હોલિડે પર ગમે ત્યાં જતા હોવ એક જોડી સ્લિપર કે સેન્ડલ સાથે લઈ જવાં જરૂરી છે. આખો દિવસ સ્પોર્ટ્સ શૂઝ કે સેન્ડલ્સ પહેરી રાખવાં શક્ય નથી. આવામાં કમ્ફર્ટેબલ ફ્લિપ-ફ્લોપ્સ કે સ્લિપર પહેરેલાં હશે તો લાંબો સમય ફરી શકાશે.

સનગ્લાસિસ અને સનસ્ક્રીન
સમર વેકેશન હોય તો તડકામાં જ ફરવું પડે, પણ એનો અર્થ એવો નથી કે સ્કિન પ્રત્યે બેદરકારી દાખવવામાં આવે. તડકામાં બહાર નીકળવાના અડધો કલાક પહેલાં હાયર સનપ્રોટેક્શન ફેક્ટરવાળું સનસ્ક્રીન ઉપરાંત હોલિડે પર હોવ ત્યારે એક સ્ટાઇલિશ સનગ્લાસિસ તો મસ્ટ છે. સ્ટાઇલ ખાતર તો ખરા જ પણ એની સાથે આંખોને પ્રોટેક્ટ કરવા માટે પણ અલ્ટ્રા વાયલેટ પ્રોટેક્શનવાળા ગ્લાસિસ સાથે લઈ જાઓ.

ફૂ-બુક્સ અને MP3 પ્લેયર
ઘણાને ટ્રાવેલ સમયે બુક્સ વાંચવાનો શોખ હોય છે અને એ માટે બેગમાં અલગથી સ્પેશ્યલ જગ્યા રોકવી પડે છે. આના કરતાં આજના જમાના પ્રમાણે થોડા ટેક્નોસેવી બનીને ટેબ્લેટ અથવા મોબાઇલમાં ફૂ-બુક્સ ડાઉનલોડ કરીને રાખી શકાય. ડિવાઇસમાં મેમરી જેટલી વધુ હશે એટલી જ વધુ બુક્સ સાચવી શકાશે. વધુમાં આ બુક્સને સ્પેશ્યલી ઉપાડીને નહીં ફરવું પડે એટલે ઈઝી ટુ રીડ પણ બની રહેશે.

ટ્રાવેલ ફસ્ટ એઇડ કિટ
વેકેશન પર બીમાર પડવું કોઈને ન ગમે, પણ અનાયાસે પડવું પડે તો એ માટે પહેલેથી જ પ્રિપેડ રહેવું જોઈએ. એકાદ જોડી કપડાં ઓછાં હશે તો ચાલશે; પણ એલર્જી, શરદી, મોશન સિકનેસ, ફ્લુ વગેરેની દવાઓ ટ્રાવેલ દરમ્યાન સાથે રાખવી મસ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન