Hollywood Actor Comment on Priyanka Chopra Pregnancy
  • Home
  • Entertainment
  • Bollywood
  • શું સાચે પ્રેગ્નેંટ છે પ્રિયંકા? હવે હોલિવૂડની આ એક્ટ્રેસે આપ્યા સંકેત

શું સાચે પ્રેગ્નેંટ છે પ્રિયંકા? હવે હોલિવૂડની આ એક્ટ્રેસે આપ્યા સંકેત

 | 3:55 pm IST

પ્રિયંકા ચોપરાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુવારે ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઇમ્પ્રેસ કર્યા હતા. પરંતુ પ્રિયંકાની આ ગ્લેમરસ એન્ટ્રીની સાથે સોશિયલ મીડિયા પર ફરીથી તેની પ્રેગ્નેંસીની ચર્ચાઓ ગરમાઈ છે.

તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પ્રિયંકા ચોપરાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાયું હતું. તેના આ લુક બાદ પ્રિયંકાની પ્રેગ્નેંસને લઈ ફરીથી અટકળોનો માહોલ બન્યો છે. જ્યારે હવે હોલિવૂડની એક્ટ્રેસે આ વિશે નિવેદન આપ્યું છે જે આ અફવાઓને વધુ મજબૂત બનાવી રહ્યું છે એમ લાગે છે.

મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અમેરિકન એક્ટ્રેસ ઓક્ટાવિયા સ્પેંસરે લખ્યું કે,‘Stunning Mamacita.’ ઇંગ્લિશમાં તેનો મતલબ થાય છે. ‘Hot Momma’. એક્ટ્રેસનું આ કમેન્ટ પ્રિયંકાની પ્રેગ્નેંસીના સમાચારને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓક્ટાવિયા સ્પેંસરને ફિલ્મ ‘A Kid Like Jake’ના પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રિયંકા સાથે સ્પોટ કરવામાં આવી હતી. પ્રિયંકા અને ઓક્ટાવિયા બન્ને સારા મિત્ર છે.

કાન્સના રેડ કારપેટ પર પ્રિયંકા શિમરી બ્લેક અને મરૂન કલરના થાઈ હાઈ-સ્લિટ ગાઉનમાં દેખાઈ હતી. આ ડ્રેસમાં પ્રિયંકાનું પેટ થોડું બહાર દેખાઈ રહ્યું હતું. પ્રિયંકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ અને પ્રિયંકાના લુકને લઈ લોકો તેની પ્રેગ્નેંસીને લઈ ઘણી અટકળો પણ લગાવી રહ્યા છે. જોકે આ વિશે અત્યાર સુધી પ્રિયંકા ચોપરા અથવા નિક જોનસે કોઈ નિવેદન આપ્યું નથી. જ્યારે આ પહેલા પણ પ્રિયંકાએ પ્રેગ્નેંસીની ખબરોને માત્ર એક અફવા ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન