Hollywood actor Will Smith reaches the top of the 2,722-foot Burj Khalifa
  • Home
  • Entertainment
  • Bollywood
  • 2,722 ફૂટ ઊંચી બુર્જ ખલીફાની ટોચ પર હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ પહોંચ્યો

2,722 ફૂટ ઊંચી બુર્જ ખલીફાની ટોચ પર હોલિવૂડ એક્ટર વિલ સ્મિથ પહોંચ્યો

 | 7:13 am IST
  • Share

  • સ્મિથ એક  યૂટયૂબ સિરીઝ  માટે દુબઈની બુર્જ ખલીફાની ટોચ  પર પહોંચ્યો હતો
  • વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન

હોલિવૂડનો જાણીતો અભિનેતા વિલ સ્મિથ દુનિયાની સૌથી ઊંચી ઇમારતમાંની એક બુર્જ ખલીફાની ટોચ પર જોવા મળ્યો. સ્મિથ એક યૂટયૂબ સિરીઝ માટે દુબઈની બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા

એક રિપોર્ટ પ્રમાણે 160 માળની આ બિલ્ડિંગ 2,722 ફૂટ ઊંચી છે.53 વર્ષીય અભિનેતા વિલ સ્મિથ તેની ઉપર ઊભો જોવા મળ્યો. સ્મિથે યૂટયૂબ શો બેસ્ટ શેપ ઓફ્ માય લાઇફના એક એપિસોડમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારતની ટોચ પર પહોંચીને કરી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વિલ સ્મિથ બુર્જ ખલીફાની ટોચ પર હાથ ફેલાવીને બેઠો છે. આ દરમિયાન તે સ્મિત આપતો જોઈ શકાય છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો