hollywood actress Demi Moore climbed through actor Paul Carafotes
  • Home
  • Entertainment
  • Bollywood
  • લગ્નની આગલી રાત્રે જ બારીમાંથી ઘૂસી પર પુરુષ સાથે કર્યો સંભોગ, ટોપ અભિનેત્રીનો ભાંડો ફૂટ્યો

લગ્નની આગલી રાત્રે જ બારીમાંથી ઘૂસી પર પુરુષ સાથે કર્યો સંભોગ, ટોપ અભિનેત્રીનો ભાંડો ફૂટ્યો

 | 5:46 pm IST

હાલમાં હોલિવૂડની બે પ્રખ્યાત અભિનેત્રીએ ધડાકો કરતાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરી છે. એની વાત સાંભળીને બધા ચોંકી ગયા હતા. એ જ રીતે હવે બીજી એક સ્ટાર અભિનેત્રીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે કે જે પણ ન માનવામાં આવે તેવો છે. હોલિવૂડનાં પ્રખ્યાત હીરો પોલ કારાફોટસ (Paul Carafotes)એ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અભિનેત્રી ડેમી મુરે પોતાના લગ્નના 6 કલાક પહેલા તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં.

એક ઈન્ટરવ્યુમાં હીરોએ ખુલાસો કરતાં જણાવ્યું કે, 1980માં ફિલ્મના સેટ પર મુલાકાત થઈ હતી ત્યાર બાદ તેના પતિ રોકર ફ્રેડિ મૂરેની જાણ બહાર તેનું લવ અફેર ચાલતુ હતુ. પોલે આગળ વાત કરી કે એ સમયે ડેમીની ઉંમર માત્ર 18 વર્ષની હતી. ત્યારે અમે એક ફિલ્મમાં સાથે કામ કરતા હતા અને જેવી તેવી પાર્ટી પણ કરી હતી.

‘ઈટ્સ નોટ અ રૂમર’ માટે જાણીતાં રોક સ્ટાર મૂરે સાથે બીજા જ દિવસે એટલે કે 8 ફેબ્રુઆરી 1981ના રોજ ડેમીએ લગ્ન કર્યા. આગળ ખુલાસો કર્યો કે તેને ડેમી સાથે સંભોગ કરતા પહેલા ગુનો કરતો હોય એવી ફિલિંગ આવતી હતી કારણ કે એ કોઈ એવી વ્યક્તિ સાથે સંભોગ બાંધવા જઈ રહ્યો હતો કે જેના લગ્ન થોડા સમયમાં જ થવાના હતા.

પરંતુ આ તરફ ડેની લગ્ન પેહેલા છેલ્લી વખત શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા હતી અને તેના માટે તે ફાયર એક્ઝિટ દ્વારા રસોડાની બારીમાથી ઘુસી હતી. પોલે તે રાતનું પૂરુ વર્ણન કરતા જણાવ્યું કે, હું સંભોગ કરતા પહેલા થોડો ખચકાતો હતો પરંતુ એને કંઈ જ વાંધો ન હતો અને બેડ પર ખૂબ જ સુંદર લાગી રહી હતી. માટે આટલી હોટ અને સુંદર હીરોઈનને જોઈ હું પણ મારી જાતને રોકી શક્યો નહીં અને અમે લોકોએ શારીરિક સંબંઘો માણ્યાં.

ઉલ્લેખનીય છે કે ડેનીએ આ પહેલા પણ એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો કે તે જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેની માંએ એક અજાણ્યા શખ્સ પાસેથી દારૂ પીને તેમની પર રેપ કરાવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: તહેવારોના ટાઈમે પ્રજા પર મોઘવારીઓ માર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન