Omg!!! પોર્ન સાઈટ પર સૌથી વધુ સર્ચ થઈ બ્રિટનના રોયલ પરિવારની થનારી વહુ - Sandesh
  • Home
  • Entertainment
  • Omg!!! પોર્ન સાઈટ પર સૌથી વધુ સર્ચ થઈ બ્રિટનના રોયલ પરિવારની થનારી વહુ

Omg!!! પોર્ન સાઈટ પર સૌથી વધુ સર્ચ થઈ બ્રિટનના રોયલ પરિવારની થનારી વહુ

 | 2:44 pm IST

19મેની રાહ આખી દુનિયા જોઈ રહી છે, કારણ કે આ દિવસે રોયલ વેડિંગ થવા જઈ રહી છે. આ દિવેસ પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના રોયલ વેડિંગ થવાના છે. ગત થોડા દિવસોથી આ શાહી લગ્નના બહુ જ વખામ થઈ રહ્યા છે. પંરતુ સૌથી વધુ ચર્ચા રોયલ વહુ થવા જઈ રહેલી મેઘન મર્કેલની થઈ રહી છે. આમ, તો મેઘન લગ્નના એનાઉન્સમેન્ટ બાદથી બહુ જ લાઈમલાઈટમાં છે, પણ છેલ્લા કેટલાક દિવસોથી તેમા લોકો વધુ દિલચસ્પી બતાવી રહ્યાં છે. ખાસ કરીને, તેના એડલ્ટ વીડિયોના.

એડલ્ટ વેબસાઈટ પોર્ન હબનો દાવો છે કે, પ્રિન્સ હેરી અને મર્કેલના લગ્ન બાદના એનાઉન્સમેન્ટ બાદ ઈન્ટરનેટ પર તોફાન આવ્યું છે. પોર્ન હબ પર મેઘન મર્કેલના હોટ વીડિયોઝને લઈને લોકો બહુ જ સર્ચ કરી રહ્યાં છે.

પોર્ન હબના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2017માં સગાઈની જાહેરાત બાદ મેઘન મર્કેલને વીડિયો સર્ચમાં 2208 પર્સન્ટ વધારો મળ્યો છે. જે દેશોમાં મેઘન મર્કેલના હોટ વીડિયોઝ સૌથી વધુ સર્ચ કરાયા છે, તેમાં સૌથી ટોપ પર ખુદ મેઘનનો દેશ એટલે કે અમેરિકા જ છે. તેના બાદ યુકે, સ્પેન, જર્મની, બેલ્જિયમ, આર્યલેન્ડ, આર્જેન્ટીના અને ભારત જેવા દેશો પણ સામેલ છે. ભારતમાં મેઘન મર્કેલને લઈને અંદાજે 1108 ટકા સર્ચ થયું છે.

આ આપશે લગ્નમાં હાજરી
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના લગ્નમાં સ્પાઈસ ગ્રૂપની વિક્ટોરીયા બેકહમ, મેલ બી, મેલાની સી, એમ્મા બંટન અને જેરી હલીવેલ સામેલ થશે. લગ્ન માટે અંદાજે 600 અતિથિઓને અધિકારીક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે.