Hollywood Actresses looking Bold and Beautiful in Cannes 2019
  • Home
  • Featured
  • Cannes 2019: હોલિવૂડની આ હોટ હસીનાઓએ ગ્લેમરસ લુકથી રેડ કારપેટ પર લગાવી આગ

Cannes 2019: હોલિવૂડની આ હોટ હસીનાઓએ ગ્લેમરસ લુકથી રેડ કારપેટ પર લગાવી આગ

 | 7:12 pm IST

ફ્રાન્સ ખાતે યોજાયેલ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’નો આજે બીજો દિવસ છે. પહેલા દિવસની જેમ બીજા દિવસે પણ કેટલીક હોલિવૂડ હસ્તીઓએ તેમના લુકથી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. હોલિવૂડ એક્ટ્રેસ ટીના કુનેકી ફિલ્મ ‘લેસ મિસરેબલ્સ’ની સ્ક્રીનિંગ અટેંડ કરવા પહોંચી હતી. બ્લૂ વેલવેટ ટ્યૂબ ગાઉનમાં તેનો સ્ટાઇલિશ લુકમાં નજરે આવી રહી હતી. જ્યારે હોલિવૂડ એક્ટ્રેસ Lou Gala પણ વ્હાઈટ ડ્રેસમાં ઘણી ખૂબસૂરત લુકમાં દેખાઈ હતી.

ઉપરાંત એક્ટ્રેસ જિંક ટિઆન પણ રેડ કારપેટ પર વ્હાઈટ પ્લંજિંગ નેક ગાઉનમાં ઘણી ગ્લેમરસ દેખાઈ રહી હતી. એક્ટ્રેસ ફિલ્મ ‘લેસ મિસરેબલ્સ’ની સ્ક્રીનિંગ માટે આવી હતી. હોલિવૂડ એક્ટ્રેસ એમ્બર હર્ટ પણ રેડ કારપેટ પર નજરે આવી. તેઓ લોન્ગ હાઈ સ્લિટ શિમરી ગાઉનમાં દેખાઈ હતી. આ સિવાય એક્ટ્રેસ આર્યા હર્ગાટેએ પણ ગ્લેમરસ અંદાજમાં રેડ કારપેટ પર એન્ટ્રી કરી હતી.

આ સિવાય એલે ફેનીંગ, એલેસાન્ડ્રા એમ્બ્રોસિયો, શ્રીરિતા જેન્સન અને Rocio Muñoz સહિત કેટલીક અન્ય હોલિવૂડ એક્ટ્રેસે કાન્સના બીજા દિવસે રેડ કારપેટ પર હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 14મી મેથી 25મી મે 2019 સુધી ચાલું રહેશે. બોલિવૂડ તરફથી આ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ, કંગના રનૌત, સોનમ કપૂર, હુમા કુરૈશી, મલ્લિકા શેરાવત, એશ્વર્યા રાય સહિત ડાયના પેંટી પણ નજરે આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન