Hollywood Bollywood Stars came in Met Gala 2019 with Weird Fashion Dresses
  • Home
  • Featured
  • MetGala2019: હોલિવૂડથી લઈ બોલિવૂડ સુધી વિચિત્ર ગેટએપમાં દેખાયા આ સ્ટાર્સ

MetGala2019: હોલિવૂડથી લઈ બોલિવૂડ સુધી વિચિત્ર ગેટએપમાં દેખાયા આ સ્ટાર્સ

 | 1:01 pm IST

‘મેટ ગાલા 2019’ની શરૂઆત ગઈકાલે ન્યૂયોર્ક ખાતે થઈ. આ ઈવેન્ટમાં હોલિવૂડથી લઈ બોલિવૂડ સુધીના પસંદગીના સિતારાઓએ હાજરી આપી હતી. ફેશન અને ગ્લેમર માટે જાણીતા આ ઇવેન્ટમાં સ્ટાર્સ બોલ્ડ અંદાજમાં દેખાયા હતા. સોશિયલ મીડિયા પર આ ઇવેન્ટની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં દરેક સ્ટાર એક અલગ રૂપ રંગમાં દેખાઈ રહ્યા છે.

આ વર્ષે મેટ ગાલા ઈવેન્ટની થીમ Camps: Notes on Fashion રાખવામાં આવી. જેને બધા સ્ટાર્સે ફોલો કરી. અમેરિકન સિંગર કેટ પેરી લેમ્પ ડ્રેસમાં નજરે આવી હતી. જ્યારે અમેરિકન એક્ટર Michael Urieનું ‘અર્ધનારીશ્વર’ લૂક ચર્ચામાં રહ્યું. તેમને મેલ અને ફીમેલ બન્ને ગેટઅપ અપનાવ્યા હતા. ઉપરાંત જાણીતી અમેરિકન એક્ટ્રેસ જેનિફર લોપેઝ સિલ્વર ડ્રેસમાં ઘણી ખૂબસૂરત લાગી રહી હતી. 

આ સિવાય અમેરિકન પર્ફોર્મર બિલી પોર્ટરનું ગોલ્ડન લૂક ઇવેન્ટમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યું. અમેરિકન સિંગર Janelle Monáe વિંક ડ્રેસ અને લેડી ગાગા પિંક કેપ ડ્રેસમાં નજરે આવી હતી. લેડી ગાગાએ એક સાથે ચાર ડ્રેસેજમાં પોઝ આપી સૌને ચોંકાવી દીધા હતા. બોલિવૂડ એક્ટર દીપિકા પાદુકોણ પણ પ્રિંસેસ લૂકના કારણે ખુબ ચર્ચામાં રહી. જ્યારે પ્રિંયકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે દેખાઈ હતી. પ્રિયંકાનો લૂક પણ લોકોને હેરાન કરે એવો હતો. પ્રિયંકાએ સિલ્વર-પેસ્ટલ ગાઉન પહેર્યો હતો. તેનું મેકઅપ અને હેયરડો બધુ લાઉડ હતું. જ્યારે નિક જોનસ વ્હાઇટ સૂટમાં નજરે આવ્યો હતો. આ સાથે અન્ય કેટલાક સ્ટાર્સ પણ વિચિત્ર ફેશન અને ગેટઅપ સાથે દેખાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન