હોલિવૂડની હોરર ફિલ્મ ભારતીય દર્શકોને ડરાવવામાં સફળ નીવડી - Sandesh
  • Home
  • Entertainment
  • હોલિવૂડની હોરર ફિલ્મ ભારતીય દર્શકોને ડરાવવામાં સફળ નીવડી

હોલિવૂડની હોરર ફિલ્મ ભારતીય દર્શકોને ડરાવવામાં સફળ નીવડી

 | 12:30 am IST

લોકોને આજકાલ ‘ડર’નો ચસકો લાગ્યો છે. ફિલ્મ સ્ત્રી સો કરોડ ક્લબમાં સામેલ થયા બાદ હોલિવૂડની હોરર નન ફિલ્મે ત્રણ દિવસમાં ૨૮ કરોડ કરતાં વધુનો ધંધો કરી પલટન અને મિત્રોંને સાઇડમાં ધકેલી દીધા. કોરિન હાર્ડી દિર્ગ્દિશત ધ નને ભારતમાં પહેલા ત્રણ દિવસમાં ૨૮.૨૫ કરોડનો બિઝનેસ કર્યો હતો. ધ નન સુપરનેચરલ હોરર ફિલ્મ કોન્જ્રિંગ સિરીઝની પાંચમી અને કોન્જુરિંગ-૨ની સ્પિન ઓફ છે. ધ નન ભારતમાં ૧,૬૦૩ સ્ક્રીનમાં રિલીઝ કરાઈ હતી. ફિલ્મની વાર્તા ૧૯૫૨માં રોમાનિયાના સેન્ટા કાર્ટામાં એવી એટલે કે નનની રહેવાની જગ્યાના એક દરવાજામાં શેતાન પણ રહે છે. જે એ દરવાજાની અંદર જાય એનું મોત નિશ્ચિત છે.