hollywood-movie-on-mumbai-attacks-criticised-for-not-mentioning-role-of-pakistan
  • Home
  • Entertainment
  • હોલીવુડે બનાવી મુંબઈ હુમલા પર ફિલ્મ પણ જાણી જોઈને કરી આ ગંભીર ભૂલ

હોલીવુડે બનાવી મુંબઈ હુમલા પર ફિલ્મ પણ જાણી જોઈને કરી આ ગંભીર ભૂલ

 | 4:48 pm IST

દેશની આર્થીક રાજધાની ગણાતા મુંબઈ પર 26 નવેમ્બરે 2008માં હુમલાને દેશ ક્યારેય ભૂલી નહી શકે. આ હુમલાને ભારતમાં અંજામ પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ આપ્યો હતો. આ હુમલાને 10 વર્ષ થઈ ગયા છે. હોલીવુડમાં એક ફિલ્મ બનાવવામાં આવી છે જેની ખુબજ નીંદા કરવામાં આવી રહી છે. ધ ફર્સ્ટ મેજર વેસ્ટર્ન મોશન પિક્ચરની ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં મુંબઈ પરનો હુમલો દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર ફિલ્મમાં ક્યાંય પણ આ હુમલાને અંજામ આપનાર પાકિસ્તાનનો ઉલ્લેખ નથી કરાયો. આ જ કારણે દુનિયાભરમાં આ ફિલ્મની આકરી ટીકા થઈ રહી છે.

‘હોટલ મુંબઈ’ને શુક્રવારે ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રથમવાર બતાવવામાં આવી. આ ફિલ્મમાં ન પાકિસ્તાન કે ન લશ્કર એ તૌયબાનો ક્યાંય ઉલ્લેખ છે. આ ફિલ્મમાં દેવ પટેલ અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં નજર આવે છે.

પત્રકાર પરિષદમાં જ્યારે સવાલ પુછાયો કે ફિલ્મમાં કેમ પાકિસ્તાનનો ઉલ્લેખ નથી તો ફિલ્મની ટીમે જવાબ આપવાનું ટાળ્યુ હતુ. આ ફિલ્મમાં પાકિસ્તાનને ક્યાંય ન દર્શાવતા દુનિયાભરમાં આલોચનાનો શિકાર થઈ છે.