ઘરની આસપાસ રહેલા ક્યા છોડ અને વૃક્ષ લાવે છે નકારાત્મકતા? - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ઘરની આસપાસ રહેલા ક્યા છોડ અને વૃક્ષ લાવે છે નકારાત્મકતા?

ઘરની આસપાસ રહેલા ક્યા છોડ અને વૃક્ષ લાવે છે નકારાત્મકતા?

 | 12:09 am IST

વૃક્ષ શાસ્ત્ર

મોટાભાગના લોકો એવું ઇચ્છતા હોય છે કે તેમના ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે. તે માટે તે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું નિર્માણ કરે છે, તથા જરૂર જણાય તો તે પ્રમાણે ફેરફાર પણ કરાવે છે. દરેક સામાન પણ વાસ્તુ મુજબ રાખે છે. જો કે, આ પછી પણ ઘરમાં અનેકવાર તણાવગ્રસ્ત અથવા નકારાત્મક વાતાવરણ ઉભું થતું હોય છે. જો તમારી સાથે આવું થતું હોય તો જરા તમારા ઘરની આજુબાજુ રહેલા ઝાડ અને છોડને પણ જુઓ. તો આવો ક્યા છોડ-વૃક્ષને અશુભ માનવામાં આવે છે તે વિશે માહિતી મેળવીએ.

ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે

હકીકતમાં કેટલાક છોડ અને વૃક્ષ એવા હોય છે, જે ઘરમાં નકારાત્મકતા લાવે છે. આ છોડ-વૃક્ષને કારણે પણ ઘણી વખત ઘરમાં નેગેટિવ એનર્જીનો અનુભવ થાય છે. તમારે એ વાત પણ ધ્યાનમાં રાખવી ઔજોઇએ કે ક્યાંક ઝાડ અને છોડવાઓના કારણે તો ઘરનું વાતાવરણ ખરાબ નથી થતું ને…

આ ઝાડને અશુભ માનવામાં આવે છે

જો તમારા ઘરની આસપાસ સુકું ઝાડ હોય કે તે ઝાડ વધારે પડતા તડકાના કારણે બળી ગયું હોય તો તે અશુભ માનવામાં આવે છે. આ કારણે ઘરમાં નકારાત્મકતા અને નેગેટિવ એનર્જી આવે છે. જેમ કે, રેશમ, તાડ અને કપાસનું ઝાડ ઘરની આસપાસ લગાવવાથી ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય છે. તેથી જો તમારા ઘરની આસ પાસ પણ આ પ્રકારનું વૃક્ષ હોય તો તેને ઝડપથી દૂર કરો.

આસપાસ ન રાખો આ ઝાડ

ઘરની સામે જો મહેંદી અથવા આમલીનું ઝાડ હોય તો એવું માનવામાં આવે છે કે તેમાં ખરાબ આત્માનો વાસ હોય છે. આ માટે તરત જ તેને કાપી નાંખો તો તેનાથી તમારું હિત થશે. ઘરના ઇશાન અને પૂર્વ દિશામાં વધારે ઊંચાઇના ઝાડ પણ ન હોવા જોઇએ.

ઉપાય પણ સરળ છે

જો તમે આ ઝાડને કોઇપણ કારણોસર કાપી નથી શક્તા તો કેટલાક ઉપાય એવા પણ છે. જેથી આ ઝાડની નકારાત્મક અસરો દૂર કરી શકો છો. આ ઝાડની પાસે તુલસી, આસોપાલવ, લીમડો, ચંદન અથવા નાગકેસરના છોડવાઓ લગાવવાથી નકારાત્મકતાની અસર ઓછી થાય છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન