one year delay in home buyers can take huge relief deposit
  • Home
  • Business
  • ઘર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર, પઝેશનમાં મોડુ થશે તો મળશે રિફંડ

ઘર ખરીદનારાઓ માટે રાહતના સમાચાર, પઝેશનમાં મોડુ થશે તો મળશે રિફંડ

 | 8:55 am IST

પોતાના શહેરમાં એક ઘર હોવું હર કોઈનું સપનું હોય છે. ઘરને ખરીદી પછી રહેવા જવું એ સપનું પુરૂ થયાનું પહેલું પગથિયું છે. આવામાં જો તમે ઘરની ખરીદી કરી લીધી હોય અને પછી જ્યારે પઝેશન લેવાની આવે ત્યારે તેમાં વિલંબ થાય વિચારો ત્યારે કેવી હાલત થાય ખાસ તો એ લોકોને જે લોકો ભાડાના ઘરમાં રહેતા હોય અને પોતાનું ઘરનું ઘર બનાવી તેમાં વસવા માંગતા હોય. રાષ્ટ્રીય વિવાદ નિવારણ આયોગે એલાન કર્યુ છે રે જો બિલ્ડર ઘર સોપ્યા પછી એક વર્ષમાં કબ્જો ન સોંપે તો તમે તમારા આપેલા નાણા પરત લેવાનો દાવો કરી શકો છો.

જો પઝેશનમાં 1 વર્ષ કરતા મોડું થાય તો રિફંડ માગી શકો છો

આપને જણાવી દઈએ કે હવે ફ્લેટ કે મકાન તૈયાર કરવા માટેની સીમા અવધી વધારી દેવામાં આવી છે, આયોગનું કહેવું છે કે જો બિલ્ડર એક વર્ષથી વધારે મોડુ કરે તો ગ્રાહક રીફંડ માટે દાવો કરી શકે છે. સુપ્રિમકોર્ટ અને ન્યાયિક સંસ્થાઓ આ મુદ્દે વારંવાર કહી ચુકી છે કે ગ્રાહક રિફંડનો દાવો કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કેટલું મોડુ થતા રિફંડનો દાવો કરી શકાશે.

એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં રહેતા શલભ નિગમે આ મામલે કેસ કર્યો હતો. તેમણે 2012માં અલ્ટ્રા લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટ ગુડગાંવમાં પોતાનું ઘર બુક કરાવ્યુ હતુ. આ ઘરને ઓરિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહી હતી. તેણે 90 લાખની આસપાસ રકમ ચુકવી દીધી હતી. આની કિંમત એક કરોડ હતી. એગ્રીમેન્ટ અનુસાર 36 મહિનાઓ એટલેકે ત્રણ વર્ષમાં ફ્લેટ મળી જવાનો હતો પણ બિલ્ડર ફ્લેટનું કામ સમયસર પુરૂ કરી શક્યો નહી. ત્યાર બાદ નિગમે આયોગ સામે ધા નાખી હતી.

આયોગે કર્યો આ આદેશ

બિલ્ડરે કહ્યુ કે ખરીદી કરનારા રિફંડનો આદેશ કરવામાં આવ્યો છે. ખરીદનારને 10 ટકા રાશી જમા કરાવવાની રહેશે. આયોગે આ વાતને ફગાવી સાતમાં ચરણ સુધી રકમ ચુકવી હતી અને નિર્માણ કામ અટકાવી દેવામાં આવ્યો એટલે ગ્રાહકે કોઈ રકમ આપવાની રહેશે નહી. આયોગે કહ્યુ જો ખરીદનાર ફ્લેટની પઝેશન લેવા માંગે તો સપ્ટેમ્બર 2019 સુધીમાં તેને પુરૂ કરવાનું રહેશે.

આયોગે કહ્યુ કે જો ગ્રાહક ફ્લેટની પઝેશન લેવા માંગો છો તો સપ્ટેમ્બર 2019 સુધીમાં તેને પુરો કરવાનો રહેશે જો પઝેશનમાં મોડુ થાય તો બિલ્ડરે 6 ટકા પ્રતિવર્ષ દંડ ચુકવવાનો રહેશે. જો બિલ્ડર સમય અનુસાર પઝેશન ન આપે તો 10 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવાની રહેશે.

આ કિસ્સા બાદ એટલુ તો સ્પષ્ટ છે કે હવે જો બિલ્ડર સમય અનુસાર પઝેશન નહી આપે તો તેને દંડ થશે અને રિફંડ પણ ગ્રાહકોને ચુકવવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન