આ રીતે કરો શંખ-છીપલાનો ઉપયોગ, અને વધારો ઘરની શોભા - Sandesh
NIFTY 10,380.05 +1.65  |  SENSEX 33,807.07 +32.41  |  USD 64.4925 +0.28
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Lifestyle
 • આ રીતે કરો શંખ-છીપલાનો ઉપયોગ, અને વધારો ઘરની શોભા

આ રીતે કરો શંખ-છીપલાનો ઉપયોગ, અને વધારો ઘરની શોભા

 | 4:13 pm IST

હોમ ડેકોરેશનમાં કોઇ ચોક્કસ થીમ નક્કી કરવામાં આવે તો ડેકોરેશન સારી રીતે થઇ શકે છે. શંખ, છીપલાને હંમેશાં દરિયા કિનારે જોઇએ છીએ, અને ત્યાં જોયા બાદ તેને આપણે ફેંકી દેતા હોઇએ છીએ, કારણકે તેનું શું કરવાનું ? આ પ્રશ્ન સાથે, પરંતુ શંખ અને છીપલાના ઉપયોગથી ઘણી બધી વસ્તુઓને સારો દેખાવ આપી શકાય છે. તો આ રીતે તમે પણ આપો શંખ અને છીપલાથી ઘરમાં રહેલી વસ્તુઓને નવો દેખાવ…

 • તમારા ડ્રોઇંગરૂમમાં એક્વેરિયમ હોય તો તમે તે એક્વેરિયમમાં સ્ટોનની સાથે રંગબેરંગી શંખ અને છીપલાં મૂકવામાં આવે તો સુંદર લાગે છે, પરંતુ શંખ અને છીપલાની પસંદગી કરતી વખતે તમારા એક્વેરિયમની સાઇઝને ખાસ ધ્યાન રાખો.
 • ડ્રોઇંગરૂમમાં ટેબલ અને ડાઇનિંગ ટેબલ જો કાચનું હોય તો તેમાં શંખ અને છીપલા દ્વારા ડેકોરેટ કરવામાં આવે તો સુંદર લાગે છે.
 • વોશ એરિયા પાસે લગાવેલ સાદો અરિસો હોય છે, અથવા તો ફ્રેમિંગવાળો અરિસો હોય પરંતુ જો આ અરિસામાં શંખ અને છીપલા દ્વારા ડેકોરેટ કરવામાં આવે તો અરિસાનો લુક ડિફરન્ટ બને છે.
 • જે લોકો સમુદ્ર કિનારે રહેતા હોય છે, તે લોકો શંખ અને છીપલાની મદદથી જ પોતાનું ઘર ડેકોરેટ કરતા હોય છે, તેઓ છીપલાના પડદા તૈયાર કરે છે, તેને ડ્રોઇંગરૂમ કે, ગેલેરીમાં વચ્ચેના ભાગમાં લટકાવાય છે.
 • બગીચામાં, ઘરના આંગણાંમાં અથવા તો ગેલેરીમાં શંખ અને છીપલાનો ઉપયોગ કરીને ડેકોરેટ કરો, તેમાં ફૂલ છોડના કુંડાની આસપાસ છીપલાથી ડેકોરેટ કરો.
 • શંખ અને છીપલામાં મીણ ભરીને તેને કોઇ કાચની પ્લેટ કે બાઉલમાં રેતી પાથરીને તેની પર આ શંખ, છીપમાં બનાવેલી કેન્ડલને મૂકી શકો છો.
 • ડ્રોઇંગરૂમમાં કે બેડરૂમમાં મૂકવામાં આવેલા ફ્લાવરપોટ, પેન સ્ટેન્ડ, સ્પૂન સ્ટેન્ડ વગેરે પણ શંખ અને છીપલાથી ડોકોરેટ કરી શકો છો.
 • નાઇટ લેમ્પને પણ જો શંખ અને છીપલા ચોટાડીને ડેકોરેટ કરવામાં આવે તો અંધારામાં જ્યારે લેમ્પ ચાલુ કરવામાં આવે ત્યારે છીપના કારણે લેમ્પ યુનિક લાગે છે, અને ડે લાઇટમાં પણ સુંદર લાગે છે.