જો આ રીતે સજાવશો તમારું ઘર, તો રહેશે એકદમ ખાલી-ખાલી - Sandesh
  • Home
  • Lifestyle
  • જો આ રીતે સજાવશો તમારું ઘર, તો રહેશે એકદમ ખાલી-ખાલી

જો આ રીતે સજાવશો તમારું ઘર, તો રહેશે એકદમ ખાલી-ખાલી

 | 1:51 pm IST

ઘર સજાવવાનો પ્રશ્ન હોય ત્યારે પુરૂષો અને મહિલાઓની પસંદ અલગ-અલગ હોય છે. આમ, જો તમારા મનમાં પણ આવા અનેક પ્રકારના સવાલો થતા હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આજે અમે તમારી માટે લાવ્યા છીએ કેટલીક હોમ ડેકોરની ખાસ ટિપ્સ…

જગ્યા
નવા ઘરને સેટ કરતી વખતે રૂમની સ્પેસ અને સાઈઝ પર ધ્યાન આપો. જો તમારી પાસે જગ્યા ઓછી છે તો તમે મલ્ટી-પર્પઝ ફર્નિચર લઇ શકો છો. ઉદાહરણ માટે ઓછા વજનવાળા સોફા જે બેડનું રૂપ પણ લઇ લે છે. જો તમારી પાસે જગ્યા વધારે છે તો તમે તે જગ્યાને ડીવાઈડ કરીને નાના ભાગ કરી લો. ઉદાહરણ તરીકે તમે લિવિંગ રૂમને નાના ભાગમાં કોફી ટેબલની પાસે સોફા અથવા ચારેય બાજુ ચેર લગાવીને ગ્રુપ ટોકની જગ્યા બનાવી શકો છો.

ફર્નિચર
ઘરને ફર્નિચરથી વધારે ના ભરો. ઘરની જરૂરી વસ્તુઓ જેવી કે, સોફા, બેડ, ટેબલ, ડાઈનીંગ સેટ અને સ્ટોરેજ કેબીનેટ વગેરે પર વધારે ધ્યાન આપો. ટ્રેન્ડ્સને ફોલો કરવામાં આંધળા ન બનો. બિન બેગ્સ, આર્ટ વર્ક, શો-પીસ વગેરે વસ્તુઓ ખરીદો. બધી વસ્તુઓ પદ્ધતિથી ખરીદો.

સુવિધા
ઘર હોય છે સુવિધા માટે. તેથી ઘરને વધારે ન ભરો. દરેક વસ્તુઓને સાફ-સુથરી રીતે રાખો. જો ફર્નિશિંગ વધારે થઇ જાય તો અફસોસ ન કરો. તમે તેણે સમય સાથે ઠીક કરી શકો છો. જો કે, હાલમાં તમારું ધ્યાન ઘરમાં રહેવાની સુવિધાજનક જગ્યા પર હોવું જોઈએ.

શાંતિથી કામ કરો
ઘર સેટ કરતી વખતે શાંતિ અને સમાધાનથી કામ લેવુ ઘણું જ જરૂરી છે. તમારા જેમ જ તમારા પાર્ટનર માટે ઘર સજાવવું નવી વાત છે. એકબીજાની પસંદ અને આઈડિયાનો સાચો તાળ-મેળ બેસાડો અને બંનેના મન-મગજથી ઘરને શાનદાર અને ખાસ લૂક આપો.

બજેટ
તમારે ઘર સેટ કરવાની શરૂઆત બજેટના હિસાબે કરવી જોઈએ. હંમેશા બજેટ અનુસાર સામાન ખરીદો. હોમ સ્ટોર્સમાં જાઓ, જરૂરી વસ્તુઓની કિંમત જુઓ અને પછી ખરીદો. નવા ઘરને સેટ કરતી વખતે આ બાબત બહુ ધ્યાન રાખવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન