Home Delivery Ban In Ahmedabad For Next 7 Days, Only Milk And Medicine exempt
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં કરિયાણા-શાકભાજીની દુકાનો બંધ રહેશે, 15મી મે સુધી લાગુ પડશે નિયમ

અમદાવાદમાં કરિયાણા-શાકભાજીની દુકાનો બંધ રહેશે, 15મી મે સુધી લાગુ પડશે નિયમ

 | 5:30 pm IST
  • Share

અમદાવાદમાં કોરોનાનો ચાર્જ ડો.રાજીવ ગુપ્તાને સોંપાયો છે. જે બાદ આજે પહેલાં જ દિવસે રાજીવ ગુપ્તાએ સપાટો બોલાવ્યો છે. અને એક બાદ એક આકરાં નિર્ણયો લઈ રહ્યા છે. અમદાવાદમાં હવે આગામી સાત દિવસ સુધી તમામ હોમ ડિલિવરી સર્વિસ બંધ કરી દેવામા આવી છે. અને માત્ર દૂધ અને દવાઓને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ફળ-શાકભાજીની લારીઓ અને કરિયાણી દુકાનો પણ બંધ રહેશે. 7 મેના સવારે 6 વાગ્યાથી નિયમ અમલી બનશે જે 15મી મે સુધી લાગુ રહેશે. આ ઉપરાંત એક અઠવાડિયા સુધી સંપુર્ણ લોકડાઉનના કડક આદેશ આપવામાં આવ્યા છે.

આગામી 7 દિવસ સુધી સંપુર્ણ લોકડાઉનના આદેશ

ડો. રાજીવ ગુપ્તા અને નવા કમિશનર મુકેશ કુમારે આજે હાઈકમાન્ડની મીટિંગ બોલાવી હતી. જેમાં રાજીવ ગુપ્તાએ પહેલાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લીધો હતો. અને બાદમાં અમદાવાદ માટે આકરાં નિર્ણયોનાં આદેશ આપ્યા હતા. ડો. રાજીવ ગુપ્તા અને મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે અમદાવાદમાં તમામ હોમ ડિલીવરી સર્વિસ બંધ કરી દીધી છે. આગામી 7 દિવસ સુધી હોમ ડિલીવરી સેવા બંધ રહેશે. માત્ર દૂધ અને દવાઓની ડિલિવરીને મંજૂરી આપવામાં આવશે.

શહેરનાં દરેક ઝોનમાં 500 રૂમની 3 સ્ટાર હોટલ ડેજિગ્નેટેડ કોવિડ માટે રખાશે

આ ઉપરાંત શહેરનાં તમામ 48 વોર્ડ માટે કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી બનાવવા આદેશ આપ્યા છે. ડૉ.રાજીવ ગુપ્તા અને મુકેશ કુમારે અમદાવાદની કમાન સંભાળતા હવે એક બાદ એક આકરાં નિર્ણયો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત 9 ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાશે. દરેક ઝોનમાં 500 રૂમની 3 સ્ટાર હોટલ ડેજીગ્નેટેડ કોવિડ માટે રખાશે. ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 48 કલાકમાં હોસ્પિટલો ચાલુ કરવાના આદેશ અપાયા છે. જો હોસ્પિટલો અને નર્સિંગ હોમ ચાલુ નહીં કરે તો લાયસન્સ રદ કરી દેવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે બપોરે ફરી સ્ટ્રેટેજી સાથે મીટિંગ મળશે.

શહેરમાં નવી કોવિડ હોસ્પિટલોની જાહેરાત

આ ઉપરાંત શહેરમાં નવી કોવિડ હોસ્પિટલો પણ જાહેર કરવામાં આી છે. જેમાં શ્યામલ ચાર રસ્તાની પારેખ હોસ્પિટલ, રખિયાલની નારાયણી હોસ્પિટલ, વાસણાની જીવરાજ મહેતા હોસ્પિટલ, નરોડાની GCS હોસ્પિટલ, નિકોલની કોઠિયા, નવરંગપુરાની શુશ્રૂષા અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને ડેજિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. 

દરેક વોર્ડમાં 2000 સુપર સ્પ્રેડર્સ!

આ ઉપરાંત મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, દરેક વોર્ડમાં અંદાજે 2000 જેટલાં સુપર સ્પ્રેડર્સ છે. અને તેને લીધે દરેક વોર્ડમાં દરરોજ 500 સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ કરવામાં આવશે. અને 13 મે સુધી તમામનાં ટેસ્ટ પૂર્ણ કરી લેવા માટે આદેશ અપાયો છે. આ ઉપરાંત તમામને હેલ્થ કાર્ડ આપી દેવા માટે પણ આદેશ કરાયો છે. 

રેડ ઝોનની તમામ બેંક બંધ

આ ઉપરાંત મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, રેડ ઝોનમાં આવતી તમામ બેંકો બંધ રહેશે. જો કે બેંકોના એટીએમ ચાલુ રહેશે. અને આગામી નોટિસ સુધી તમામ બેંકો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન