ઘરમાં પડેલા ખૂણાનો આ રીતે કરો ઉપયોગ, નહિં દેખાય બહાર કોઇ વસ્તુ - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરમાં પડેલા ખૂણાનો આ રીતે કરો ઉપયોગ, નહિં દેખાય બહાર કોઇ વસ્તુ

ઘરમાં પડેલા ખૂણાનો આ રીતે કરો ઉપયોગ, નહિં દેખાય બહાર કોઇ વસ્તુ

 | 4:57 pm IST

ઘરમાં ફર્નિચર બનાવવાનું હોય કે તૈયાર પસંદ કરવાનું હોય આ બંને પરિસ્થિતિમાં મહિલાઓ પોતાના ઘર અને જે તે રૂમમાં સારું લાગે તે ફર્નિચરની પસંદગી કરતી હોય છે. ઘણા મકાનનું બંધારણ એ પ્રકારે હોય છે કે જેમાં બે રૂમ વચ્ચે એક ખૂણો પડે છે. આ ખૂણાનો કોઇ ઉપયોગ થઇ શક્તો નથી, વધારેમાં વધારે તે કોર્નરને સજાવવા માટે ફ્લાવર વાસ મૂકી શકાય છે અને તે મૂકવાથી દેખાવ સારો આવે છે, પરંતુ કોઇ સામાન મૂકી શકાતો નથી.

  • પહેલાના સમયમાં પણ ખૂણાનો ઉપયોગ કરવા માટે વુડ કોર્નર બનાવવામાં આવતા હતા, હવે તેમાં થોડુ ઇનોવેશન કરીને તેને લેટેસ્ટ લુક આપવામાં આવે છે.
  • આ કોર્નરમાં વુડ અને મેટલ બંનેનો ઉપયોગ કરી શકાય છે.
  • કોર્નર પ્રમાણે તમે તેને ડિઝાઇન કરાવી શકો છો, તેમાં જો તમારે ફ્લોર ટચ કોર્નર બનાવવું હોય તો તમે ટિપાઇના આકારે વચ્ચે સેલ્ફ રાખી શકો છો. જેનાથી દેખાવ આકર્ષક લાગશે.
  • તે કોર્નરને તમારે ફ્લોર ટચ ન રાખવું હોય તો તેને કોર્નરના મિડલમાં પણ લગાવી શકો છો, અને તેમાં તમારી જરૂરિયાત મુજબ બે થી વધારે સેલ્ફ રાખી શકો છો.
  • આ કોર્નરમાં તમે ફોટો ફ્રેમ, બુક્સ, ફ્લાવરપોર્ટ, શો પીસ વગેરે રાખી શકો છો. જેનાથી કોર્નર ભરેલો પણ લાગશે સાથે તમે તે ડેકોરેશન તરીકે ઉપયોગ કરી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન