home-loan-easily-available-for-know-required-documents
  • Home
  • Business
  • પોતાનું ઘર લેવા તૈયાર કરો આ ડોક્યુમેન્ટ્સ, સરળતાથી મળશે Home Loan

પોતાનું ઘર લેવા તૈયાર કરો આ ડોક્યુમેન્ટ્સ, સરળતાથી મળશે Home Loan

 | 9:02 am IST

રોજગારી મેળવવાની લાલચમાં લોકો ગામડાઓ છોડીને શહેર તરફ ઘસારો કરી રહ્યા છે. આ કારણે મોટા પ્રમાણમાં શહેરની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. ગામડાઓમાંથી શહેરમાં આવતા લોકોની સૌથી મોટી સમસ્યા નોકરી ધંધાબાદ કોઈ હોય તો તે છે શહેરમાં પોતાનું ઘર વસાવવુ. સમસ્યા એ છે કે શહેરોમાં આવતા લોકો માટે જે ભાડેથી ઘર મળી રહ્યા છે તેની કિંમત ખુબજ વધારે હોય છે.

આવામાં કોઈ પણ નોકરીયાત વર્ગનુ શમણુ હોય છે તેનું પોતાનું ઘર હોવુ. અત્યાર સુધી જો વ્યકિત સારો નોકરીયાત ન હોય અથવા તો ખાનગી નોકરી કરતો હોય તો તેને લોન મળવી અશક્ય હતી, પણ હવે આ શક્ય બનવા જઈ રહ્યુ છે. તમારે હવે હોમલોન લેવા માટે salaried અને self-employed બન્ને માટે એઁક સમાન નિયમો બનાવવામાં આવ્યા છે. ફક્ત અંતર છે તમે જે ડોક્યુમેન્ટ જમા કરાવો છો તેમાં થોડો ફેરફાર હોય છે. હોમ લોન આપતી વખતે ખુબજ મહત્વ લોન લેનારની ઉંમર અને કર્જ ચુકવવાની ક્ષમતાને જોઈને લોન આપવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર હોમ લોન લેનાર નોકરી કરતા વ્યક્તિ પાસે કોઈ સરકારી કે પછી ખાનગી કંપનીમાં સ્થાયી નોકરીનું પ્રમાણ હોવુ જોઈએ, જ્યારે સેલ્ફ એમ્પ્લોઈ પ્રોફેશનવાળાને તેની યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. સ્વરોજગાર કરનાર લોકો ઈન્કમ ટેક્સ રિટર્નના આધારે હોમ લોન લઈ શકે છે. હોમ લોન લેતી વખતે ઓછામાં ઓછી ઉંમર 24 વર્ષની હોવી જોઈએ. લોન પૂરી થાય ત્યારે તેની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

આ રીતે અલગ અલગ વેપાર સાથે જોડાયેલા લોકોના દસ્તાવેજો પણ અલગ અલગ આપવાના રહેશે, જોકે સારી વાત એ છે કે હોમલોન બધા લઈ શકે છે. આ માટે બે ખુબજ અગત્યની વાતનુ ધ્યાન રાખવાનું રહેશે. પહેલુ તમારી આવક અને તમારી ક્રેડિટ પ્રોફાઈલ, તમારી આવકમાંથી લોન ચુકવવાની ક્ષમતા અને લોન ચુકવણી માટેની સમય અવધી.

નોકરીયાત વર્ગને સામાન્ય રીતે દસ્તાવેજમાં ત્રણ મહીનાની સેલરી સ્લિપ અને 6 મહીનાનું બેન્ક સ્ટેટમેન્ટ, નવુ ઈન્કમટેક્સ રિટર્ન, જ્યારે પોતાનો ધંધો કરતા લોકોને ત્રણ વર્ષનું ઈન્કમ ટેક્સ રિટર્ન, બેલેન્સ શીટ ઓડિટ થયેલી, પહેલા કોઈ લોન લીધી છે કે નહી તેનુ વિવરણ, શિક્ષણનું સર્ટિફિકેટ, આ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન