માત્ર બે અઠવાડિયામાં ખીલને દૂર કરવા છે? તો ઘરે બનાવો આ પેક, અને લગાવો રોજ - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • માત્ર બે અઠવાડિયામાં ખીલને દૂર કરવા છે? તો ઘરે બનાવો આ પેક, અને લગાવો રોજ

માત્ર બે અઠવાડિયામાં ખીલને દૂર કરવા છે? તો ઘરે બનાવો આ પેક, અને લગાવો રોજ

 | 1:41 pm IST

આજકાલ મોટાભાગના લોકો ખીલથી પરેશાન હોય છે. જો કે લોકો ખીલને દૂર કરવા માટે અનેક ઘણા પ્રયત્નો કરતા હોય છે તેમ છતા તેમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ મળી શકતુ નથી. આમ, જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન છો તો એલોવેરાનો આ ફેસ પેક તમારા માટે એકદમ બેસ્ટ છે.

સામગ્રી
એલોવેરાનો એક ટુકડો
પાણી
એક ચમચી મધ

બનાવવાની રીત
એલોવેરાને એક સ્કિન ક્લીન્ઝરના રૂપમાં પણ વાપરવામાં આવે છે. આને લગાવવાથી ખીલ અને તેના ડાધાથી રાહત મળે છે. એક ટૂકડો એલોવેરાનો લો અને તેને પાણીમાં ઉકાળો. ત્યારબાદ તેની પેસ્ટ કરી તેમાં એક ચમચી મધ મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. આમ, આ પેક ચહેરા પર લગાવ્યા પછી 15-20 મિનિટ સુધી સૂકાવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ લો. આમ, જો તમે આ પ્રોસેસ સતત બે અઠવાડિયા કરશો તો તમારા ચહેરા પરના બધા જ ખીલ દૂર થઇ જશે.