2 મિનિટમાં તૈયાર કરો આ ઘરગથ્થુ પેક, ટેન થયેલી સ્કીન પણ ચમકી જશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • 2 મિનિટમાં તૈયાર કરો આ ઘરગથ્થુ પેક, ટેન થયેલી સ્કીન પણ ચમકી જશે

2 મિનિટમાં તૈયાર કરો આ ઘરગથ્થુ પેક, ટેન થયેલી સ્કીન પણ ચમકી જશે

 | 3:02 pm IST
  • Share

દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેનો દેખાવ એટલો સુંદર હોય કે જોનારની નજર તેના ચહેરા પરથી ન હટે. ચહેરાની સુંદરતા વધારવા માટે તેઓ અનેકાનેક ઉપાયો અજમાવે છે અને સાથે જ અલગ અલગ પ્રકારના મોંઘા પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આવી પ્રોડક્ટની આડઅસર પણ હોય છે. લાંબો સમય તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર કાયમી નુકસાન થઈ શકે છે. જો તમે ઈચ્છતા હોય કે કોઈપણ પ્રકારની આડઅસર વિના તમારા ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય તો આ ફેસપેક તમારા માટે ઉપયોગી છે. આ ફેશિયલ પેકના નિયમિત ઉપયોગથી તમારી ત્વચાને નુકસાન તો નહીં જ થાય.

સામગ્રી
2 ચમચી નાળિયેરનું તેલ
1 ચમચી બેકિંગ સોડા

રીત
એક વાટકીમાં તેલ અને બેકિંગ સોડાને મીક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 5 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. નાળિયેરનું તેલ ત્વચાને હાઈડ્રેડ કરે છે. ખાસ ધ્યાનમાં રાખવું કે આ પેક લગાવ્યા પછી ત્વચા પર મોઈસ્ચરાઈઝર ન લગાવવું. આ પેકના ઉપયોગથી ખીલ, કાળા ડાઘ જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન