આ રીતે ઘરે બનાવો હર્બલ કલર, ધુળેટી રમવાની આવશે જોરદાર મજા

128

આદર્શ રીતે જોઈએ તો હોળીનો ઉત્સવ વસંતના આગમનને વધાવવા માટે ઊજવાય છે અને હોળીમાં વપરાતા રંગો એ વસંતઋતુના વિવિધ રંગોનું જ પ્રતિબિંબ છે, પરંતુ દુર્ભાગ્યે, આધુનિક યુગમાં હોળીનો આ અર્થ લેવાતો નથી. અન્ય વિવિધ ઉત્સવોની જેમ હોળીનું પણ વ્યાપારીકરણ થઈ ગયું છે અને તે વધુ ધાંધલધમાલ ભરેલી તેમજ પર્યાવરણને હાનિકર્તા એવા અન્ય એક સ્ત્રોતરૂપ બની ગઈ છે. આમ, જો તમે બહારના કલરથી રમવા ના ઇચ્છતા હોવ તો આ તમે જાતે જ ઘરે બનાવો આ કલર. તમને જણાવી દઇએ કે, આ કલર તમારી હેલ્થને જરા પણ નુકસાન પહોંચાડતા નથી.

  • ગ્રામીણ ભારતમાં ટેસૂના ફૂલ જેને પલાશ કે ઢાક પણ કહે છે, તે કેસરિયા રંગનો ભરપૂર યૂઝ કરાય છે. આ ફૂલોને 2 દિવસ પાણીમાં પલાળીને રાખવામાં આવે છે અને તેને ગાળીને પાણીને કેસરિયા રંગનું બનાવીને ઉપયોગમાં લેવાય છે.ભૂરો રંગ બનાવવા માટે કત્થાનો ઉપયોગ કરાય છે.
  • કત્થાને પાણીમાં મિક્સ કરીને કોઇ માટીના વાસણમાં નાંખીને રાત ભર રાખી દો. સવારે પાણીને સારી રીતે હલાવી લો. ભૂરો તરલ રંગ તૈયાર થશે.
  • ગુલમહોરના પાન, ઘઉંના તાજા લીલા પાન અને તુલસીના લીલા પાનને સૂકવી લો અને પીસીને પાવડર બનાવી લો. પછી પાણી વાળો રંગ બનાવવા 1 લિટર પાણીમાં થોડા પ્રમાણમાં મહેંદી (લગભગ 1 ચમચી) સારી રીતે મિક્સ કરો અને તેમાં પાલક, કોથમીર, ફૂદીનો, તુલસીના પાનના રસને મિક્સ કરો. ઓષધિય ગુણોથી ભરપૂર આ રંગ તમારા તહેવારની મજા બમણી કરી દેશે.