NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • બાળકોને ભાવતાં કુરકુરે બનાવવા છે ઘરે ? તો નોંધી લો તેની રીત

બાળકોને ભાવતાં કુરકુરે બનાવવા છે ઘરે ? તો નોંધી લો તેની રીત

 | 11:11 am IST

સામગ્રી

ચોખાનો લોટ- 1 કપ
અડદની દાળનો લોટ- 3 ચમચી
માખણ- 3 મોટા ચમચા
લાલ મરચું પાવડર- 1 મોટો ચમચો
આદુ-લસણની પેસ્ટ- 2 મોટી ચમચી
જીરું- અડધી ચમચી
હીંગ- 1 ચમચી
મીઠું- સ્વાદાનુસાર
તેલ- તળવા માટે
ચાટ મસાલો- જરૂર મુજબ

રીત
એક પેનમાં ધીમા તાપે તળવા માટે તેલ ગરમ મુકી દેવું. એક બીજા બાઉલમાં અડદની દાળના લોટમાં ચોખાનો લોટ, પીગળેલું માખણ, મીઠું, હીંગ, લાલ મરચું પાવડર, જીરું, આદુ-લસણની પેસ્ટ ઉમેરી સારી રીતે મીક્સ કરો. આ મિશ્રણમાં થોડું થોડું પાણી ઉમેરી અને ચકરી જેવો લોટ બાંધો. આ લોટને 5 મિનિટ માટે ઢાંકીને રાખી મુકો. લોટ સેટ થઈ જાય એટલે તેમાં થોડું તેલ ઉમેરી તેને સારી રીતે મસળી અને ચકરી કરવાની જાળીવાળા સંચામાં ભરી લો અને ગરમ થયેલા તેલમાં કુરકુરે તળી લો. કુરકુરે તળાઈ જાય એટલે તેમાં ચાટ મસાલો છાંટી ઠંડા કરી એરટાઈટ ડબ્બામાં ભરી લો.