ઘરે જ બનાવો નવરાત્રિના ઓર્નામેન્ટ્સ   - Sandesh
  • Home
  • Kids Corner
  • ઘરે જ બનાવો નવરાત્રિના ઓર્નામેન્ટ્સ  

ઘરે જ બનાવો નવરાત્રિના ઓર્નામેન્ટ્સ  

 | 12:13 am IST

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આ નવ દિવસ તો બસ બધાના મોઢે એક જ વાત સાંભળવા મળશે કે, આજે ક્યાં રમવા જઈશું, કઇ ચણિયા-ચોળી પહેરશું, ઓર્નામેન્ટ્સ કયા પહેરશું? આ બધી વાતોની ગોઠવણી સવારથી જ શરૂ થઈ જતી હોય છે. જો તમે નવરાત્રિમાં ઘરે જાતે જ ઓર્નામેન્ટ્સ બનાવો તો પહેરવાની મજા કંઈક ઓરજ હોય છે. તો આજે આપણે ઘરે જ બેઠાં બેઠાં ખાસ કોઈ ખર્ચો કર્યા વગર ગળાનો સેટ અને હાથમાં પહેરવાનું બ્રેસલેટ બનાવીશું.

આ માટે સૌથી પહેલા જોઇશે એક મજબૂત લાંબો રંગીન દોરો, સોય, રંગબેરંગી ભરત ભરવાના રેશમના દોરા, રમવાની નાની કોડી, સોનેરી રંગના નાના મોતી, કાતર. સૌ પ્રથમ એક લાંબો રંગીન દોરો લો. ત્યારબાદ રેશમના રંગબેરંગી દોરા લો. પ્રથમ તમને મનગમતો કોઈ એક રંગનો દોરો લો. તેને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નાની સાઇઝમાં કાપી દો. હવે લાંબી દોરી લો અને તેમાં સોય પરોવો. હવે તે લાંબી દોરીને ફરતે નાના રેશમની દોરીથી વીંટાળીને મજબૂત રીતે ગાંઠ બાંધી દો. એક રંગની દોરીની ગાંઠ બાંધ્યા પછી બજારમાં મળતી નાની કાંણાવાળી રમવાની કોડીઓ લઈ તેમાંથી એક કોડીને સોયની મદદથી લાંબા દોરામાં પરોવો. આજ પ્રક્રિયા ફરી કરતા રહો પણ દર વખતે અલગ-અલગ દોરો લો. હવે દોરાને છેડે એક કપડાં પર લગાવવાને હૂક ટાંકો અને બીજે છેડે ગોળ નાની રીંગ જેવું લગાવો. તૈયાર છે તમારો ગળાનો સેટ. આજ રીતે હાથમાં પહેરવાનું બ્રેસલેટ પણ તમે બનાવી શકો છો. તેમાં તમે કોડીની જગ્યાએ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સોનેરી મોતીનો પણ ઉપયોગ કરીને ગળામાં પહેરવાનો સેટ બનાવી શકો છો. આમ તૈયાર છે તમારો નવરાત્રિમાં પહેરવાનો ગળાનો સેટ અને હાથમાં પહેરવાનું બ્રેસલેટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન