આંબાના પાન અને ગોટલીમાંથી ઘરે બનાવો ખાસ ચૂર્ણ, અનેક રોગ થશે દૂર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આંબાના પાન અને ગોટલીમાંથી ઘરે બનાવો ખાસ ચૂર્ણ, અનેક રોગ થશે દૂર

આંબાના પાન અને ગોટલીમાંથી ઘરે બનાવો ખાસ ચૂર્ણ, અનેક રોગ થશે દૂર

 | 2:11 pm IST

ઉનાળાની શરૂઆત થવાની સાથે જ બજારમાં મીઠી મીઠી કેરીનું આગમન થઈ જાય છે. સ્વાદિષ્ટ કેરી નાના-મોટાં સૌ કોઈની પ્રિય હોય છે, તેથી જ ઘરમાં રોજ કેરીનો રસ, કટકી વગેરે બને છે. જો કે મોટાભાગના લોકો કેરીની ગોટલીનો ઉપયોગ કરતાં નથી અને જે કરે છે તે પણ મુખવાસ બનાવવા માટે જ કરે છે. પરંતુ મુખવાસ બનાવવા સિવાય પણ કેરીની ગોટલીનો ઉપયોગ આ રીતે કરી શકાય છે જેનાથી અનેક રોગ પણ દૂર થાય છે.

-કેરીની ગોટલીની અંદરનો ગર અને હરડેને સરખી માત્રામાં લેવું અને ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણમાં દૂધ ઉમેરી અને તેને માથા પર લગાવવો. ગરમીના કારણે થતો માથાનો દુખાવો દૂર થશે. કેરીની ગોટલીની સૂકવી અને તેનો પાવડર કરી લેવો, આ પાવડર નિયમિત પાણીની સાથે લેવાથી સ્ત્રીઓની પ્રદરની સમસ્યા દૂર થાય છે.

કેરીની સિઝનમાં નિયમિત રીતે તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે અને ગરમીથી પણ શરીરનું રક્ષણ થાય છે. કેરીનું સેવન કરવાથી બીપી પણ નિયંત્રણમાં રહે છે. કેરીમાં રહેલા ફાઇબર અને વિટામિન સીને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી. કેરી સિવાય દરરોજ રાત્રે આંબાનાં 10થી 15 જેટલાં કુંમળા પાંદડાંને પાણીથી સારી રીતે ધોઈ અને પલાળી દેવા. બીજા દિવસે સવારે તે પાણીને ગાળી અને નરણાં કોઠે પી લેવું, પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને પેટના અન્ય રોગ પણ દૂર થશે.