શરદી+ખાંસી માટે ઘરે બનાવો આ 3 કફ સિરપ, અને મેળવો તરત છૂટકારો - Sandesh
  • Home
  • Health & Fitness
  • શરદી+ખાંસી માટે ઘરે બનાવો આ 3 કફ સિરપ, અને મેળવો તરત છૂટકારો

શરદી+ખાંસી માટે ઘરે બનાવો આ 3 કફ સિરપ, અને મેળવો તરત છૂટકારો

 | 3:13 pm IST

મોસમમાં આવતા ફેરફાર તેની સાથે અનેક પ્રકારની બીમારીઓ લઈને આવે છે. જો કે ઠંડા મોસમમાં સૌથી સામાન્ય બીમારી હોય છે શરદી અને ગળું પકડાઈ જવું. આપણું શરીર બદલાતા મોસમને સહન કરી શકતું નથી જેના કારણે તે પ્રભાવિત થાય છે. ચોમાસાની સિઝનમાં ખાસ કરીને ખાંસી, ગળા સંબંધી સમસ્યાઓ અને શરદી થતી હોય છે જેના માટે મોટાભાગના લોકો મોંઘી દાટ કફ સિરપનો ઉપયોગ કરે છે. પરંતુ આજે અમે શરદી-ખાંસીની સમસ્યા માટે તમને ઘરે જ બનાવી શકો એવી કફ સિરપ વિશે જણાવીશું, જે સસ્તા હોવાની સાથે અસરકારક પણ છે. અને સાથે તેની કોઈ જ આડઅસર પણ નથી.

મધમાંથી બનાવેલું સિરપ
બે ચમચી મધ લઈને તેમાં બે ચમચી પાણી મિક્ષ કરી લેવું. ત્યારબાદ તેમાં એક ચપટી સૂંઠનો પાઉડર અને માર્શ મેલો રૂટ(એક પ્રકારની ઔષધી), તજ અને લીંબૂના રસના કેટલાક ટીપા મિક્ષ કરી લો અને આ સિરપને સવાર-સાંજ પીવો. ઝડપી ફાયદો થશે.

લીંબૂ અને મધ
આ સિરપ સૌથી સરળતાથી બની જાય છે. તેના માટે લીંબૂના રસમાં મધ મિક્ષ કરવું અને તેને ગરમ કરવું. તમે ઈચ્છો તો આમાં ડુંગળીનો રસ પણ મિક્ષ કરી શકો છો. આ સિરપને તમે તમારી જરૂર મુજબ સેવન કરી શકો છો. આનાથી ખાંસી અને શરદીમાં રાહત મળે છે

લવિંગ અને મધ
લવિંગ અને મધ ગળાની ખારાશ અને શરદીને દૂર કરવામાં કારગર સાબિત થાય છે. તેની સિરપ બનાવવા માટે પાંચ કે 6 લવિંગને અડધો કપ મધમાં પલાળીને આખી રાત ફ્રિઝમાં રાખી દેવું અને સવારે એક ચમચી આ મિશ્રણનું સેવન કરો ખૂબ જ જલ્દી ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન