home minister amit shah attending the bsf raising day
  • Home
  • India
  • BSFનો સ્થાપના દિવસ અમિત શાહ ઉપસ્થિત રહ્યા, પ્રથમ વખત દિલ્હી બહાર કાર્યક્રમ

BSFનો સ્થાપના દિવસ અમિત શાહ ઉપસ્થિત રહ્યા, પ્રથમ વખત દિલ્હી બહાર કાર્યક્રમ

 | 1:59 pm IST
  • Share

  • અમિત શાહે જેસલમેરમાં BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપી 

  • BSF આજે તેનો 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

  • અમિત શાહે BSF જવાનોનું સન્માન  કર્યું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) રાજસ્થાનના પ્રવાસે છે. આજે અમિત શાહે જેસલમેરમાં BSFના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમિત શાહે જેસલમેરમાં BSF જવાનોની પરેડની સલામી લીધી. BSF આજે તેનો 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે અમિત શાહે BSF જવાનોનું સન્માન પણ કર્યું હતું.

અમિત શાહે જેસલમેરમાં રોહિતાશ બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને BSF જવાનોને મળ્યા અને તેમની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિગતવાર પૂછપરછ કરી. અમિત શાહે કહ્યું કે આ રણ પ્રદેશની આકરી ગરમી અને કડકડતી શિયાળામાં પણ દેશની સેવા અને સુરક્ષા પ્રત્યે તમારું સમર્પણ દરેક દેશવાસીને પ્રેરણા આપે છે.

અમિત શાહે કહ્યું કે આ રણ પ્રદેશની આકરી ગરમી અને કડકડતી શિયાળાની ઠંડી પણ દેશની સેવા અને સુરક્ષા પ્રત્યે તમારું સમર્પણ દરેક દેશવાસીને પ્રેરણા આપે છે.

અમિત શાહે કહ્યું કે BSF સંપૂર્ણ હિંમત અને સમર્પણ સાથે દેશની સરહદોને અભેદ્ય રાખવામાં પોતાનું સર્વોચ્ચ યોગદાન આપી રહ્યું છે.

BSF જવાનો સાથે ભોજન લીધુ


ગૃહમંત્રીએ બીએસએફ જવાનો સાથે ભોજન કર્યુ હતું. શાહે ટ્વિટર પર તેની તસવીરો પણ પોસ્ટ કરી છે. અમિત શાહે કહ્યું કે સુરક્ષા દળોમાં ખાસ પ્રસંગોએ સાથે ભોજન કરવાની પરંપરા છે જેને ‘બડા ખાના’ કહેવામાં આવે છે.

શનિવારે જેસલમેર બીએસએફ કેમ્પમાં જવાનો અને અધિકારીઓ સાથે બડા ખાના ભોજન લેવું એ મારા માટે ખાસ પ્રસંગ હતો.

દેશભક્તિના ગીતોએ સમા બાંધ્યો

ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે સૈનિકો સાથે સમય વિતાવ્યો અને દેશભક્તિના ગીતો સાંભળ્યા. આ મારા જીવનની અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. પરિવારથી દૂર દેશભક્તિની આ પ્રશંસનીય ભાવના સાથે, હું દેશની સરહદોની રક્ષા કરી રહેલા તમામ જવાનોની બહાદુરી અને સમર્પણને સલામ કરું છું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો