Home Minister Amit Shah On Security Breach At Priyanka Gandhi Vadra's House
  • Home
  • Featured
  • પ્રિયંકા ગાંધીના ઘરે સુરક્ષામાં ચુક કે પછી ઘરના જ ભેદી? અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો

પ્રિયંકા ગાંધીના ઘરે સુરક્ષામાં ચુક કે પછી ઘરના જ ભેદી? અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો

 | 7:19 pm IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે સુરક્ષામાં ગંભીર ચુક થઈ હોવાનો મામલો રાજ્યસભામાં પણ ગુંજ્યો હતો. ગાંધી પરિવારના સભ્યોની એસપીજી સુરક્ષા હટાવવાનો વિરોધ કરી રહેલી કોંગ્રેસે આ ઘટનાને લઈને ભારે હંગામો મચાવી દીધો હતો. આજે અમિત શાહે 25 નવેમ્બરે પ્રિયંકા ગાંધીના ઘરે ઘટેલી ઘટનાની જાણકારી પણ આપી હતી.

શાહે કર્યો ખુલાસો

શાહે ઘટનાનો ઉલ્લેખ કરતા રાજ્યસભામાં આખી કહાની સંભળાવી હતી. શાહે કહ્યું હતું કે, 25 નવેમ્બરે પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે એક ઘટના ઘટી હતી. પ્રિયંકાના ઘરે જે સુરક્ષા છે તેમાંથી રાહુલ ગાંધી અને રોબર્ટ વાડ્રા જ કોઈ પણ જાતની તપાસ વગર અંદર પ્રવેશે છે. પ્રિયંકાના ઘરે પરિવારના લોકોનું કોઈ જ ચેકિંગ નથી થતુ. સુરક્ષાકર્મીઓને જાણ કરવામાં આવી કે રાહુલ ગાંધી કાળા રંગની સફારી કારમાં આવી રહ્યાં છે. આ સમયે જ એક કાળા રંગની સફારી કાર ત્યાં આવી પહોંચી અને તેમાં મેરઠની કોંગ્રેસ નેતા શારદા ત્યાગી હતા. જોકે બરાબર રાહુલ ગાંધીના આવવાના સંદેશ મળ્યા ત્યારે જ આ ગાડી આવી પહોંચી તે એક જોગાનુજોગ હતો. જેથી શારદા ત્યાગીને કોઈ જ પ્રકારની તપાસ વગર પ્રિયંકા ગાંધીના ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો. તેમ છતાંયે અમે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા ચ્ઘે અને કેસ સાથે સંબંધિત ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મારી કોઈ જ તપાસ કરવામાં નહોતી આવી : ત્યાગી

આ દરમિયાન પ્રિયંકા ગાંધીના ઘરમાં પ્રવેશ કરનારી કોંગ્રેસ નેતા શારદા ત્યાગીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, જ્યારે તેમની ગાડી પ્રિયંકા ગાંધીના નિવાસસ્થાન નજીક પહોંચી તો બેરિકેટ્સ હટાવી લેવામાં આવ્યા. પરંતુ હું પ્રિયંકા ગાંધીએના ઘરનો નંબર નહોતી જાણતી તેથી કોંગ્રેસ ઓફિસનું નામ લઈને પુછ્યું. પરંતુ જ્યારે હું ત્યાં પહોંચી તો સુરક્ષાકર્મીઓએ એ પણ ના જોયું કે કારમાં કોણ બેઠું છે અને તુરંત જ બેરિકેટ્સ હટાવી દીધા હતાં. સુરક્ષાકર્મીઓએ દરવાજો પણ ખોલી નાખ્યો હતો.

ત્યાર બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસની નેતા શારદા ત્યાગી તેમના પરિવાર સાથે પ્રિયંકા ગાંધીના ઘરમાં પ્રવેશ્યા હતાં. જ્યાં આખા પરિવારે પ્રિયંકા ગાંધીની સેલ્ફી લીધી હતી. જોકે પ્રિયંકા ગાંધીએ પણ ત્યાગી પરિવારને ચા-પાણી નાસ્તો કરાવીને વિદાય આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન