Home Minister Amit Shah Will Not Join Bhumi Pujan Program In Ayodhya
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય ગૃહમંત્રી અમિત શાહ

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થાય ગૃહમંત્રી અમિત શાહ

 | 6:05 pm IST

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પર દેશની નજરો છે, જ્યારે 5 ઑગષ્ટનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હાથે ભૂમિ પૂજન થવાનું છે અને તેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહામંત્રી ચંપત રાયે રવિવારનાં મોટું નિવેદન આપ્યું છે.

આમંત્રણ મળનારા અતિથિઓને સિક્યુરિટી કોડ મળશે

ચંપત રાયનાં જણાવ્યા પ્રમાણે ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સામેલ નહીં થાય. તેમણે જણાવ્યું કે રામ મંદિર ભૂમિ પૂજનની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ચુકી છે. સાધુ-સંતોનાં રોકાવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. રાયે જણાવ્યું કે આમંત્રણ મળનારા અતિથિઓને સિક્યુરિટી કોડ મળશે, જે એકવાર બહાર નીકળશે તેને ફરીવાર પ્રવેશ નહીં મળે.

કેન્દ્ર સરકારનાં તમામ નિર્દેશોનું પાલન

મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે એસપીજી સુરક્ષાનાં લોકો આવીને ગયા. તે લોકો તમામ વ્યવસ્થા જોઇને સંતુષ્ટ છે. તેમણે જણાવ્યું કે, અમારી પાસે લગભગ 100થી વધારે સ્થાનોથી પવિત્ર જળ અને માટી આવી છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોના લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉનમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પણ કેન્દ્ર સરકારનાં તમામ નિર્દેશોનું પાલન કરી રહ્યું છે.

અયોધ્યા અને ફૈઝાબાદ શહેરની તમામ સરહદો સીલ

શનિવારનાં મુખ્ય સચિવ, અપર મુખ્ય સચિવ ગૃહ, ડીજીપી સહિત અન્ય અધિકારીઓએ અયોધ્યાનો પ્રવાસ કરીને રામ જન્મભૂમિ સહિત આખી અયોધ્યાની સુરક્ષાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરીને અધિકારીઓને તેના પર અમલ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે, જે અંતર્ગત વડાપ્રધાનનાં પ્રવાસ દરમિયાન અનેક પ્રોટોકોલનું પાલન કરવામાં આવનારું છે. દીપક કુમારનાં જણાવ્યા પ્રમાણે ભૂમિ પૂજનનાં મુખ્ય કાર્યક્રમની પૂર્વ સંધ્યાથી જ અયોધ્યા અને ફૈઝાબાદ શહેરની તમામ સરહદો સીલ કરી દેવામાં આવશે. કોઈને પણ પ્રવેશની અનુમતિ નહીં હોય.

આ વિડીયો પણ જુઓ: અયોધ્યા નગરીમાં કડક સુરક્ષા બંદોબસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન