Home Minister of UK Priti Patel promise NHS visa for Doctors
  • Home
  • Featured
  • ભારતીય તબીબો માટે લાલ જાજમ પાથરશે UK, ગુજરાતી મૂળના નેતાએ કરી મહત્વની જાહેરાત

ભારતીય તબીબો માટે લાલ જાજમ પાથરશે UK, ગુજરાતી મૂળના નેતાએ કરી મહત્વની જાહેરાત

 | 5:30 pm IST

ભારતીય ડોક્ટરો માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય મૂળના બ્રિટિશ ગૃહમંત્રી પ્રતિ પટેલે વાયદો કર્યો છે કે બ્રિટેનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા(NHS)માં ડોક્ટરોની તંગીની સમસ્યાના ઉકેલ હેતું ભારત જેવા દેશોથી આવનાર ડોક્ટર્સને વિઝા આપવાની પ્રક્રિયા સરળ બનાવશે. તેમને આ વાયદો સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્યો છે.

કથિત NHS વિઝા નવા અંક આધારીત ઇમિગ્રેશન સિસ્ટમ(PBIS) નો હિસ્સો છે. કંજરવેટિવ પાર્ટીએ વાયદો કર્યો છે કે જો તેમની પાર્ટી 12 ડિસેમ્બરની ચૂંટણી જીતી જાય છે તો નવી વ્યવસ્થાને લાગૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રસ્તાવિત વ્યવસ્થામાં પ્રશિક્ષિત ડોક્ટરો અને નર્સોને વીઝા આપવાની પ્રક્રિયા માત્ર બે સપ્તાહમાં પૂર્ણ કરવા અને વિઝા ફીમાં 50 ટકાનો ઘટાડો કરવાની વાત કહેવામાં આવી છે. વિઝામાં NHSમાં કામ કરતા ઇમિગ્રન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.

ઉપરાંત રિપોર્ટ પ્રમાણે પગારમાંથી ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ ચૂકવવાનો વિકલ્પ પણ હશે જે વાર્ષિક અંદાજે 400 પાઉન્ડ છે. રિપોર્ટ મુજબ પટેલે કહ્યું કે,‘આ બંને તરફથી લાભદાયક છે. એક તરફ અમે NHS માટે દુનિયાભરથી તેજસ્વી પ્રતિભાઓને આકર્ષિત કરીશું અને બીજી તરફ બ્રિટેનના માર્ગ દુનિયા માટે ખોલવા છતા દબાણ વધશે નહીં.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બોરિસ જોનસને જુલાઈમાં આ યોજનાની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ પ્રતિ પટેલેના દાદા દાદી ગુજરાતના તારાપુરના રહેવાસી હતા. જ્યારે પ્રતિ પટેલના માતા પિતા બ્રિટેનના Harrow શહેરમાં રહેતા હતા. પ્રીતિ પટેલે Alex Sawyer સાથે 2004માં લગ્ન કર્યા હતા.

આ વીડિયો પણ જુઓ: સુન્ની વક્ફ બોર્ડે SCના ચુકાદાનું કર્યુ સ્વાગત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન