રમઝાનમાં નહીં ચાલે આતંકીઓ વિરૂદ્ધ 'ઓપરેશન ઓલઆઉટ', કેન્દ્રે માની મહેબૂબાની વાત - Sandesh
  • Home
  • India
  • રમઝાનમાં નહીં ચાલે આતંકીઓ વિરૂદ્ધ ‘ઓપરેશન ઓલઆઉટ’, કેન્દ્રે માની મહેબૂબાની વાત

રમઝાનમાં નહીં ચાલે આતંકીઓ વિરૂદ્ધ ‘ઓપરેશન ઓલઆઉટ’, કેન્દ્રે માની મહેબૂબાની વાત

 | 5:42 pm IST

જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તી દ્વારા રમઝાન અને અમરનાથ યાત્રા દરમ્યાન ઘાટીમાં એકબાજુ સીઝફાયરની અપીલને કેન્દ્ર સરકારે સશર્ત મંજૂરી આપી દીધી છે. મહેબૂબા મુફ્તી દ્વારા રમઝાન દરમ્યાન સીઝફાયરની અપીલ પર કેન્દ્ર સરકારે સુરક્ષાબળોને ઘાટીમાં રમઝાન દરમ્યાન કોઇપણ પ્રકારનું નવું ઑપરેશન શરૂ ના કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે કેન્દ્રે કોઇ આતંકી હુમલાની સ્થિતિમાં સુરક્ષાબળોને આતંકની વિરૂદ્ધ જવાબી કાર્યવાહી કરવાની છૂટ પણ આપી છે.

રમઝાનના મહિનાની શરૂઆતથી એક રોઝ પહેલાં બુધવારના રોજ આ અંગે કેન્દ્રે ગૃહમંત્રાલયના ટ્વિટર પર તેની માહિતી આપતા કહ્યું કે મુસ્લિમ સમાજના લોકોને રમઝાન દરમ્યાન શાંતિ વ્યવસ્થામાં સહયોગ આપવા માટે સરકારે ઘાટીમાં સુરક્ષાબળોને રમઝાન દરમ્યાન કોઇ નવું ઓપરેશન શરૂ ના કરવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ખુદ જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીને પણ આ સંબંધમાં માહિતી આપી દીધી છે.

બીજી એક ટ્વીટમાં ગૃહમંત્રાલયે કહ્યું કે સુરક્ષાબળોને કાશ્મીરમાં લોકોની સુરક્ષા કરવા અને ખુદ પર હુમલાના જવાબ આપા માટે કોઇ પણ પ્રકારના નિર્ણયનો અધિકાર છે અને તેના માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. કેન્દ્ર સરકારે આશા વ્યક્ત કરે છે કે તમામ લોકો સુરક્ષાની આ વ્યવસ્થામાં સહયોગ કરશે જેનાથી મુસ્લિમ સમાજના ભાઇ-બહેન કોઇ વ્યવધાનને રમઝાનના પાક મહિનાનો જશ્ન મનાવી શકે.

મહેબૂબાએ કર્યું સરકારના નિર્ણયનું સ્વાગત
કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આ નિર્ણય માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહને ધન્યવાદ આપ્યા છે. પીએમને ધન્યવાદ પાઠવતા મહેબૂબાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે હું રમઝાનમાં સીઝફાયર માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનું સ્વાગત કરું છું.

ઉલ્લેખનીય છે કે 9મી મેના રોજ જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીએ એક સર્વદલીય બેઠક બોલાવી રમઝાનના મહિનામાં કેન્દ્ર સમક્ષ ઘાટીમાં એકતરફી સીઝફાયર કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. આ બેઠક બાદ મહેબૂબાએ દાવો કરતાં તમામ પાર્ટીઓને આનાથી સહમત થવાની વાત પણ કહી હતી.