Home Minister to visit Kashmir for first time after repeal of Section 370
  • Home
  • Featured
  • ધારા-370 હટ્યા બાદ ગૃહમંત્રી પહેલીવાર કાશ્મીર પ્રવાસે, જાણો શિડ્યૂલ

ધારા-370 હટ્યા બાદ ગૃહમંત્રી પહેલીવાર કાશ્મીર પ્રવાસે, જાણો શિડ્યૂલ

 | 7:06 pm IST
  • Share

  • શ્રીનગરમાં બુલવર્ડ રોડ પર તા. 23થી 25 સુધી ટ્રાફિક બંધ રહેશે
  • જમ્મુ કાશ્મીરમાં શાંતિભંગ નહીં થવા દઈએ: DGP
  • ગૃહમંત્રીની સુરક્ષાને લઈને પોલીસ અને સેના એલર્ટ

ધારા-370 હટ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર કાશ્મીર પ્રવાસે જઈ રહ્યા છે, જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક જગ્યાએ સુરક્ષાદળો ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન વડે પણ ચારે તરફ નજર રાખવામાં આવી રહી છે. અમિત શાહ 23 ઓક્ટબરે જમ્મુ કાશ્મીર જશે જ્યાં તેઓ શ્રીનગરથી શારજહા માટે વિમાન સેવાનો શુભારંભ કરશે. આ સાથે બીજા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

23 ઓક્ટબરના રોજ અમિત શાહ શ્રીનગર પહોંચશે

પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને લઈને ઉચ્ચ સ્તરિય સમિક્ષા બેઠક કરશે અને સાથે સાથે જમ્મુમાં સભાને સંબોધિત કરશે. જમ્મુ ખાતે આઈઆઈટીમાં નવા બ્લોકનું ઉદ્ઘાટન પણ કરશે. મળતી માહિતી પ્રમાણે 23 ઓક્ટબરના રોજ અમિત શાહ શ્રીનગર પહોંચશે. અહીં ગૃહમંત્રી SKICCમાં આયોજીત લાભાર્થી સંમેલનમાં ભાગ લેશે.

આ પ્રવાસ દરમિયાન કાશ્મીરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમિક્ષા કરવામાં આવશે. આ સાથે પર્યટન વિકાસ સાથે જોડાયેલ પ્રોજેક્ટ પર પણ ગૃહમંત્રી ચર્ચા કરશે. વિવિધ સુરક્ષા એજન્સીઓ અને વહીવટી અધિકારીઓની સાથે બેઠક કરીને આંતરિક સુરક્ષા, આતંકવાદ નિરોધક મોરચા પર સુરક્ષાદળોની રણનીતિ પર પણ ચર્ચા કરશે.

શ્રીનગરમાં કરશે રાત્રિ રોકાણ

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ રાત્રિ વિશ્રામ શ્રીનગરમાં જ કરશે. જમ્મુમાં સભાને સંબોધિત કર્યા બાદ તેઓ બપોરે બાદ શ્રીનગર પરત ફરશે. શ્રીનગરમાં તેઓ વિવિધ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરશે. તેમા રાજકીય પાર્ટીઓના નેતા ઉપરાંત ઉદ્યોગપતિઓ અને વિવિધ સંગઠનો અને સિવિલ સોસાયટીના લોકો પણ સામેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો