Home Ministry Spokesperson Statement About J&k Situation
  • Home
  • Featured
  • કાશ્મીરીઓ પર 9 ઑગષ્ટનાં ચલાવાઈ હતી ગોળીઓ? ગૃહમંત્રાલયે આપ્યો જવાબ

કાશ્મીરીઓ પર 9 ઑગષ્ટનાં ચલાવાઈ હતી ગોળીઓ? ગૃહમંત્રાલયે આપ્યો જવાબ

 | 10:04 pm IST

ગૃહ મંત્રાલયે મંગળવારનાં કહ્યું કે 9 ઑગષ્ટનાં શ્રીનગરની બહાર કેટલાક અસમાજિક તત્વોએ અશાંતિ ફેલાવવા માટે સુરક્ષાબળો પર પથ્થરમારો કર્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવવામાં નથી આવી. જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી કલમ 370ની જોગવાઈઓને હટાવવામાં આવ્યા બાદ શ્રીનગરનાં સૌરામાં પથ્થર ફેંકવાની ઘટના બની હતી.

ગૃહ મંત્રાલયનાં એક પ્રવક્તાએ ટ્વિટ કર્યું કે, ‘શ્રીનગરનાં સૌરા સેક્ટરમાં થયેલી ઘટના પર મીડિયામાં સમાચાર દેખાડવામાં આવ્યા. અસામાજિક તત્વો એક સ્થાનિક મસ્જિદથી નમાજ પઢીને આવી રહેલી ભીડમાં સામેલ થયા. તેમણે અશાંતિ પેદા કરવા માટે કોઈ પણ ઉશ્કેરણી વગર સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો.’ તેમણે કહ્યું કે, ‘સુરક્ષાબળોએ સંયમ રાખ્યો અને કાયદા વ્યવસ્થા બનાવી રાખી.’

પ્રવક્તાએ કહ્યું કે, ‘એ પુનરાવર્તન કરવામાં આવે છે કે કલમ 370 સંબંધી ઘટનાક્રમ બાદથી જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ ગોળીબાર કરવામાં આવ્યો નથી.’ કેન્દ્ર સરકારે 5 ઑગષ્ટનાં સંવિધાનની કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવી દીધો અને જમ્મુ-કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી દીધા. મંત્રાલયે 10 ઑગષ્ટનાં કહ્યું હતુ કે, “જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવી લેવામાં આવ્યા બાદ કાશ્મીર ખીણમાં પ્રદર્શનની થોડીક ઘટનાઓ બની હતી અને કોઇમાં પણ 20થી વધારે લોકો સામે નહોતા.”

આ વિડીયો પણ જુઓ: અમદાવાદના આકરૂ ગામમાં ‘મોતની ટાંકી’થી દહેશત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન