Home Ministry Warned Intelligence Agencies And Army Ahead 26 January
  • Home
  • Featured
  • 26 જાન્યુઆરીને લઇને ગૃહમંત્રાલયે સુરક્ષા દળોને ચેતવ્યા, કહ્યું કે- CAAનો વિરોધ કરનારાઓ…

26 જાન્યુઆરીને લઇને ગૃહમંત્રાલયે સુરક્ષા દળોને ચેતવ્યા, કહ્યું કે- CAAનો વિરોધ કરનારાઓ…

 | 11:01 pm IST

કેન્દ્રિય ગૃહમંત્રાલયે અર્ધસૈનિક દળો, ખુફિયા એજન્સીઓને પત્ર લખીને ચેતવ્યા છે કે પ્રજાસત્તાક દિવસ પર સીએએ પ્રદર્શનો થઈ શકે છે. પત્રમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે સીએએની વિરુદ્ધ પ્રદર્શનકારી સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડી શકે છે. હોમ મિનિસ્ટ્રીએ પત્ર લખ્યો છે કે મુસ્લિમ કટ્ટરપંથી ભાવનાઓને ભડકાવી રહ્યા છે. CAA અને NRCનાં મુદ્દા પર ઉકસાવવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી વિરોધમાં આપત્તિજનક સંદેશાઓમાં વધારો થયો છે

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ મુદ્દાઓ પર કટ્ટરપંથી તાકાતો લોકોની ભાવનાઓને ભડકાવવાનું કામ કરી રહી છે. દેશ વિરોધી તાકાતો સરકાર વિરોધી ભાવનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. અત્યારે દિલ્હી સહિત દેશનાં અન્ય ભાગોમાં પ્રદર્શન અને હિંસાનાં સમાચારો મળી રહ્યા છે. આવામાં સરકાર 26 જાન્યુઆરી પર કોઈ પણ ખતરો લેવા નહીં ઇચ્છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયાને ધ્યાને રાખીને કહ્યું કે, ‘આ પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી મોદી વિરોધમાં આપત્તિજનક સંદેશાઓમાં વધારો થયો છે. પીએમ મોદીને ધમકી ભરેલા પત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ સંદેશ પ્રધાનમંત્રી, અન્ય ગણમાન્ય વ્યક્તિઓની વિરુદ્ધ ખતરાની ગંભીરતાને દર્શાવે છે. આવામાં કોઈપણ વ્યક્તિ પોતાના ઇરાદાને પૂર્ણ કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.’

ગૃહમંત્રાલયે આ ચેતવણી જાહેર કરી 

દેશનાં અનેક શહેરોમાં સીએએ અને એનઆરસીને લઇને વિરોધ થઈ રહ્યો છે તેને ધ્યાને રાખીને ગૃહમંત્રાલયે આ ચેતવણી જાહેર કરી છે. સીમા પાર આતંકવાદીઓની હાજરી વિશે મળેલી ખુફિયા સૂચનાઓને ધ્યાને રાખીને અને ગણતંત્ર દિવસ સમારંભ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવેલી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરનાં ઉપરાજ્યપાલ જીસી મુર્મૂ 26 જાન્યુઆરીનાં પ્રજાસત્તાક દિવસ સમારંભનાં મુખ્ય આયોજન સ્થળ મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સલામી લેશે.

સંપૂર્ણ ક્ષેત્રમાં પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જમ્મુનાં પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું કે, “જમ્મુને અલગ અલગ ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ ક્ષેત્રમાં પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિશેષ રીતે મુખ્ય સમારંભ સ્થળ અને તેની આસપાસનાં ક્ષેત્રોની તપાસ ચાલી રહી છે.” તેમણે કહ્યું કે, “આંતરરાષ્ટ્રિય સીમા પાસે આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીની આશંકા વિશે ખુફિયા સૂચનાઓ મળી છે અને આ કારણે સીમા સુરક્ષા દળની સાથે બેઠક કરીને ઘુસણખોરીની રોકવા અને આતંકવાદીઓનાં પ્રયત્નોને નાકામ કરવા વિશે ચર્ચા કરવામાં આવી.”

આ વિડીયો પણ જુઓ: જીતુ વાઘાણી અને કેતન ઈનામદાર વચ્ચે મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન