Home Ministry Will Do Investigation On Gandhi Family's 3 trusts
  • Home
  • Featured
  • ગાંધી પરિવારનાં 3 ટ્રસ્ટોએ કરી મોટી ‘ગોલમાલ’!, ફંડિંગની તપાસ કરશે ગૃહ મંત્રાલય

ગાંધી પરિવારનાં 3 ટ્રસ્ટોએ કરી મોટી ‘ગોલમાલ’!, ફંડિંગની તપાસ કરશે ગૃહ મંત્રાલય

 | 1:57 pm IST

ગાંધી પરિવાર સાથે જોડાયેલા ત્રણ ટ્રસ્ટોમાં નાણાંકીય લેવડ-દેવડની તપાસ કરવામાં આવશે. ગૃહમંત્રાલયે તપાસમાં સમન્વય માટે એક ઇન્ટર મિનિસ્ટ્રીયલ કમિટીની રચના કરી છે. મંત્રાલયનાં પ્રવક્તાએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. સરકારનું કહેવું છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની વિરુદ્ધ આવકવેરા અને વિદેશી દાનનાં નિયમોનાં કથિત ઉલ્લંઘનની તપાસ કરવામાં આવશે.

પીએનએનઆરએફ રીલીફ ફંડથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને રૂપિયા આપ્યા!

આ તપાસ ગાંધી પરિવાર સાથે જોડાયેલા ટ્રસ્ટોનાં પ્રીવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ, ઇનકમ ટેક્સ એક્ટ અને ફૉરેન કંટ્રીબ્યૂશન રેગ્યુલેશન એક્ટનાં નિયમોનાં ઉલ્લંઘન પર ફોકસ હશે. ગૃહ મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે EDનાં સ્પેશ્યલ ડાયરેક્ટર આ સમિતિનાં પ્રમુખ હશે. ગત મહિને બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે મનમોહન સિંહ સરકારે વડાપ્રધાન નેશનલ રીલીફ ફંડથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને રૂપિયા આપ્યા હતા.

જેપી નડ્ડાએ શું કહ્યું

બીજેપીનાં અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતુ કે, પીએનએનઆરએફ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે બનાવવામાં આવ્યું હતુ, પરંતુ યૂપીએ સરકારનાં કાર્યકાળમાં આનાથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા આપવામાં આવી રહ્યા હતા. પીએનએનઆરએફ બૉર્ડમાં કોણ બેઠું હતુ. સોનિયા ગાંદી જે આરજીએફની ચેરમેન છે.

કૉંગ્રેસે આરોપોને ફગાવ્યા

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનની અધ્યક્ષ છે. આના બૉર્ડમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી. ચિદમ્બરમ અને મનમોહન સિંહ સામેલ છે. બીજેપીએ સાથે જ આરોપ લગાવ્યો છે હતો કે મનમોહન સિંહે 1991નાં બજેટનાં ભાષણમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. કૉંગ્રેસે આ આરોપોને ફગાવ્યા છે. તેનું કહેવું છે કે ચીનની સાથે સરહદ પર ચાલી રહેલા સંકટથી ધ્યાન ભટકાવવા માટે સરકાર આ પ્રકારનાં આરોપ લગાવી રહી છે.

આ વિડીયો પણ જુઓ: નવસારી: સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન