NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • નખ લાંબા થાય તે તુરંત બટકી જતાં હોય તો ઓલિવ ઓઈલનો કરો આ રીતે ઉપયોગ

નખ લાંબા થાય તે તુરંત બટકી જતાં હોય તો ઓલિવ ઓઈલનો કરો આ રીતે ઉપયોગ

 | 4:10 pm IST

લાંબા નખ અને તેના પર કરેલા નેલઆર્ટ કોઈપણ યુવતીના હાથની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. લાંબા નખનો ક્રેઝ યુવતીઓમાં સૌથી વધારે હોય છે. પરંતુ કેટલીક યુવતીઓની ફરીયાદ હોય છે કે તેમના નખ થોડા વધે કે તરત જ તુટી જાય છે. જો તમને પણ સતાવતી હોય આવી સમસ્યા તો આજથી થઈ જાઓ ચિંતા મુક્ત અને અમલમાં મુકો અહીં દર્શાવેલા ઉપાયોને.

– 1 ચમચી લીંબુના રસમાં 3 ચમચી ઓલિવ ઓઈલ નાંખો. પછી તેને સાધારણ ગરમ કરી લો. હવે આ મિશ્રણમાં તમારા નખને ડુબાડી રાખો. તે સિવાય જો તમારી પાસે ઓલિવ ઓઈલ ન હોય તો તમે એક લીંબુનો ટુકડો લો અને તેને નખ પર ઘસો અને પછી ધોઈને મોઈશ્ચુરાઈઝર લગાવી લો.

– એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર 10 મિનિટ સુધી ઘસો. ઘસ્યા પછી હાથને ધોઈ લો અને મોઈશ્ચુરાઈઝર કરી લો.

– અડધી વાટકી ટામેટાંનો રસ લો અને તેમાં 2 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરી લો. આ મિશ્રણમાં તમારા નખને ઓછામાં ઓછી 15 મિનિટ ડુબાડી રાખો.

– એક વાટકીમાં સંતરાનો રસ સારી રીતે કાઢી લો. પછી આ રસમાં તમારા નખને 15 મિનિટ સુધી ડુબાડો. પછી હૂંફળા પાણીથી હાથ ધોઈને હાથ પર મોઈશ્ચુરાઈઝર લગાવી લો.

– રાત્રે સૂતા પહેલાં નારિયેળ તેલ અને ઓલિવ ઓઈલને સાધારણ ગરમ કરી લો. પછી આ મિક્સમાં 15 મિનિટ તમારા નખને ડુબાડી રાખો. ત્યારબાદ હાથ ધોઈને મોજા પહેરી લો.