home remedies to get rid of mouth odor and bad breath
  • Home
  • Fashion & Beauty
  • મોની દુર્ગંધ દૂર કરશે દાદીમાના નુસખા આજે જ અજમાવી જુઓ

મોની દુર્ગંધ દૂર કરશે દાદીમાના નુસખા આજે જ અજમાવી જુઓ

 | 10:18 am IST

કેટલાક લોકોનો ચહેરો ખુબજ સુંદર અને રૂપાળો હોય પણ બોલે ત્યારે મોંમાથી તીવ્ર બદબૂ આવે છે. દરેક વ્યક્તિ ચહેરાની સુંદરતા માટે કંઈક કરે છે. પરંતુ જ્યારે આ મોં ખોલે ત્યારે આ સુંદરતા બગડે છે. કારણ કે શ્વાસમાંથી આવતી ગંધ કેટલીકવાર શરમનું કારણ બને છે.

પીળા દાંત અને મોંમાંથી આવતી ગંધ સુંદરતાને ડામવા માટે પૂરતી છે. એટલા માટે જો તમે તમારા વ્યક્તિત્વમાં ચાર ચાંદ ઉમેરવા માંગતા હો, તો મોંમાંથી આવતી ગંધ દૂર કરવી જરૂરી છે.

જો તમારે મોની દુર્ગંધ ટાળવી હોય તો હંમેશા દાંત અને મોને સારી રીતે સાફ કરો. સવારની સાથે સાથે રાત્રે પણ દાંત અને પેઢાઓને સારી રીતે સાફ કરવા જરૂરી છે. મોની સાથે સાથે તમારી જીભ સાફ કરવાનું ભૂલશો નહીં. કારણ કે જીભના ઉપરના સ્તર પર એકઠી થતી ગંદકી દુર્ગંધનું કારણ બને છે.

આ માટે તમારે રોજ શુદ્ધ પાણી પીવુ જોઈએ દિવસભર પુષ્કળ પાણી મોંમાં એકઠા થતા બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે. આ સાથે, દાંત વચ્ચે ફસાયેલા ખોરાકના કણો પાણી પીવાથી બહાર આવે છે. જે શ્વાસની દુર્ગંધનું કારણ બને છે. જો આ બધા ઉપાય કર્યા પછી પણ મોમાંથી દુર્ગંધ આવે છે, તો સુકા ધાણાને મોંમા રાખીને ફ્રેશનરની જેમ ચાવવું.

આ સાથે વરિયાળી, લવિંગ અથવા તુલસીના પાન ચાવવા. આ બધી ચીજો દાંત સાફ કરીને મોંની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરશે. તમે ઇચ્છો તો જામફળનું પાન પણ ચાવી શકો છો. આની મદદથી મોંની ગંધ પણ દૂર થઈ શકે છે. મોંમા એલચી કે જાયફળ રાખશો તો પણ ફાયદો થશે.

દરરોજ બ્રશ વડે દાંત સાફ કર્યા પછી સરસવના તેલ અને મીઠાથી પેઢા અને દાંત પર મસાજ કરો. આ માટે સરસવના તેલમાં એક ચપટી મીઠું નાખીને પેઢા પર મસાજ કરો. આ કરવાથી, દાંતની સાથે પેઢા પણ મજબુત બનશે અને મોમાંથી દુર્ગંધ પણ દૂર થઈ જશે.

આ વીડિયો જુઓ: ટચૂકડી કાળામરીથી દૂર ભાગશે આ મોટી બિમારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન