ઘર-દુકાનમાં ઘોડાની નાળ ખૂબ જ શુભ - Sandesh

ઘર-દુકાનમાં ઘોડાની નાળ ખૂબ જ શુભ

 | 12:02 am IST

પૂર્વમાં ઘોડાની નાળને શુભ માનવામાં આવે છે અને ફેંગશૂઈમાં ઘોડાની નાળનું ખૂબ જ મહત્ત્વ છે. ખાસ કરીને તેને પૃથ્વી સમાનનું સ્થાન મળેલું છે. તે લીલા ડ્રેગન અને સફેદ વાઘનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે. ફેંગશૂઈ અનુસાર ઘોડાની નાળ લટકાવવી લાભદાયક છે.

જો ઘોડાની નાળને રિટેલ દુકાનોમાં ડિસ્પ્લે કેબિનેટ અથવા શો-કેસમાં રાખવામાં આવે અથવા દીવાલની ડિઝાઈનમાં સજાવવામાં આવે તો, તેને વધુ શુભ માનવામાં આવે છે.

દુકાનની દીવાલોમાં ખાસ પ્રકારનાં કેબિનેટ, જો નાળના આકારના બનેલાં હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે પરંતુ તેના આકારમાં કોઈ ત્રુટિ ન હોવી જોઈએ. આ કેબિનેટને દરવાજાની બરાબર સામેની દીવાલમાં ન બનાવવું જોઈએ. તે કોઈપણ દરવાજા તરફ ઈશારો કરતો ન હોવો જોઈએ.

અન્ય ભાગ્યશાળી આકાર  

ડિસ્પ્લે કેબિનેટ માટે અન્ય આકાર કરતાં ચોરસ આકાર ઉત્તમ છે. એ ધ્યાન રાખી કે, તેના ખૂણા દરવાજા તરફ નીકળતા ન હોવા જોઈએ.

  • પા-ગોળ આકાર પણ ભાગ્યશાળી છે. મૂલ્યવાન પરંતુ નાની વસ્તુઓ, જેવી કે ઘરેણાં વગેરે રાખવાનાં કેબિનેટ માટે આ આકાર ઉત્તમ છે.
  • ગોળાકાર અથવા લંબગોળ કેબિનેટ પણ ઉત્તમ છે. તેમાં ખૂણા નથી હોતા અને તે ખૂબ જ સંતુલિત હોય છે.

રેસ્ટોરાં ફેંગશૂઈ  

રેસ્ટોરાંની ફેંગશૂઈ ડિઝાઈન જોવા માટે પારંપરિક ચાઈનીઝ રેસ્ટોરાંમાં જરૂર જવું જોઈએ. ચીનની રેસ્ટોરામાં હંમેશાં દરેકને આર્કિષત કરનારા લાલ રંગનો જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રેસ્ટોરાંનો વ્યવસાય અગ્નિ તત્ત્વ સાથે સંલગ્ન છે.

આ રેસ્ટોરાંમાં આકર્ષક પ્રકાશની વ્યવસ્થા હોય છે અને થાંભલાઓ પર રંગીન ડ્રેગન અને ફિનિક્સનાં ચિત્રો દોરેલાં હોય છે. આ કારણસર આ રેસ્ટોરાં, નવા જમાનાના આધુનિક ફેશનના નવા રેસ્ટોરાંની સામે આજે પણ ટકેલી છે.

આજકાલની રેસ્ટોરાંમાં અગ્નિ તત્ત્વના બદલે જળ તત્ત્વવાળું ઈન્ટીરિયર કરવામાં આવે છે. આવી રેસ્ટોરાં માત્ર રાત્રિના સમયે જ સારો વ્યવસાય કરી શકે છે.

પૃથ્વીની ઊર્જા વડે ગૂડલક  

  • પૃથ્વી ઊર્જા વડે વ્યવસાયિક લાભ લેવા માટે દુકાનના ત્રણ પૃથ્વી ખૂણાઓને ઊર્જાવાન બનાવો.

કેન્દ્ર  

  • દક્ષિણ-પશ્ચિમ ખૂણો
  • ઉત્તર-પૂર્વ ખૂણો
  • આ જગ્યાએ ચીની માટી અને ક્રિસ્ટલ્સની વસ્તુઓ રાખો. તેને સજાવટની વસ્તુના રૂપે પણ રાખી શકાય છે અને ફર્નિચરના રૂપે પણ.

પૃથ્વી ઊર્જા દક્ષિણ-પશ્ચિમમાં વધારે મજબૂત સ્થિતિમાં હોય છે. આ દિશામાં પોટરી રાખો અને પ્રકાશની વ્યવસ્થા કરીને તેની ઊર્જાને સક્રિય કરો. લાલ પ્રકાશ વધારે પ્રભાવશાળી હોય છે, કારણ કે તે અગ્નિ તત્ત્વને મજબૂત બનાવે છે, જે પૃથ્વી તત્ત્વનું સર્જન કરે છે.

કંપનીનાં સાઈનબોર્ડ  

કોઈપણ વ્યવસાયની સફળતા માટે કંપનીનાં સાઈનબોર્ડની નકારાત્મક ફેંગશૂઈથી રક્ષા કરવામાં આવે તે મહત્ત્વપૂર્ણ છે. મુખ્ય દરવાજો અને સાઈનબોર્ડ બંને મળીને એવાં બે સ્થાનોની સૃષ્ટિ કરે છે, જે આજુબાજુના પર્યાવરણમાં હાજર પ્રતિકૂળ ઊર્જાઓને અંદર પ્રવેશવાની તક આપે છે. ફેંગશૂઈમાં તેમને અભેદ બનાવવાની સાર્થક વિધિઓ બતાવવામાં આવી છે.

  • પ્રથમ વિધિ એ છે કે કંપનીનું સાઈનબોર્ડ મકાનમાં ખાસ્સું ઊંચું લાગેલું હોવું જોઈએ, નહીં કે નીચે, નહીંતર બહુ નુકસાન ભોગવવું પડે છે.
  • સાઈનબોર્ડ ઊંચે લગાવતાં પહેલાં અહીં જણાવેલી બાબતોને અમલ કરો, નહીંતર નુકસાન થઈ શકે.
  • ઊંચા રસ્તા કે પુલની સામે સાઈનબોર્ડ ન લગાવશો.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન