વાહન ચાલકો માટે ખુશખબર, તમારી પાસે લાઇસન્સની માંગણી કે વાહન રોકી શકશે નહીં - Sandesh
NIFTY 10,575.35 +26.65  |  SENSEX 34,496.18 +101.12  |  USD 65.6700 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • વાહન ચાલકો માટે ખુશખબર, તમારી પાસે લાઇસન્સની માંગણી કે વાહન રોકી શકશે નહીં

વાહન ચાલકો માટે ખુશખબર, તમારી પાસે લાઇસન્સની માંગણી કે વાહન રોકી શકશે નહીં

 | 9:31 am IST

અમદાવાદના વાહનચાલકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. હવે હોમગાર્ડના જવાનો કે ટીઆરબી ના જવાનો વાહનચાલકોને રોકી શકશે નહીં. આ અંગેનો અમદાવાદ ટ્રાફિક મદદનીશ પોલીસ કમિશ્નરે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટી.આર.બી./હોમગાર્ડ પોતાની મૂળભૂત ફરજ કરતાં વાહનો રોકવા તેમજ લાઇસન્સ વગેરેની માંગણી કરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ અંગે મદદનીશ પોલીસ કમિશ્નરની ધ્યાને આવતા ખાસ પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે હોમગાર્ડ કે ટીઆરબી જવાન વાહન ચાલકોને રોકી શકે નહીં. આ જવાબદારી જે-તે પોઇન્ટ પર હાજર પોલીસ કર્મચારીની છે નહીં કે હોમગાર્ડ કે ટીઆરબી જવાનની.

જો હવે હોમગાર્ડ કે ટીઆરબીના જવાન કોઇ વાહનચાલકને રોકી તેમની પાસે લાઇસન્સ વગરે માંગતા જણાશે તો તેના માટે પોઇન્ટ પરના પોલીસ અધિકારીને જવાબદાર ગણવામાં આવશે. આથી અમદાવાદના વાહનચાલકોને જણાવાનું કે હવે તેમને હોમગાર્ડ કે ટીઆરબીના જવાનો રોકી શકશે નહીં.