homemade amla oil for hair fall Tray and see Result
  • Home
  • Fashion & Beauty
  • ખરતા વાળની સમસ્યાને ચપટીમાં દૂર કરશે આ ખાસ તેલ, એક અઠવાડિયામાં થશે ફાયદો

ખરતા વાળની સમસ્યાને ચપટીમાં દૂર કરશે આ ખાસ તેલ, એક અઠવાડિયામાં થશે ફાયદો

 | 10:07 am IST

આજકાલની લાઇફ સ્ટાઇલ અને ખાવાપીવાની આપણી રીતભાત તેમજ આપણી આસપાસના વાતાવરણને કારણે વાળ ખરવાની સમસ્યા આજકાલ એટલી સામાન્ય બની ગઈ છે કે 10 માંથી દરેક છઠ્ઠી વ્યક્તિ તેનાથી પરેશાન થઈ જાય છે. ફક્ત મહિલાઓ જ નહીં, પણ પુરૂષોને પણ વાળ ખરવાની ચિંતા રહ્યા કરે છે. આ સમસ્યા માટે આંબળાનું તેલ વાળ ખરતા રોકવા માટે રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે. આમળાનું તેલ ખરતા વાળને અટકાવે છે વાળનો વિકાસ પણ કરે છે. કાળા અને લાંબા કરે છે.

આજે આપણે ઘરે આંબળાનું તેલ બનાવતા શીખીશુ એને તેના ફાયદાઓ અંગે જાણીશુ.

આમળા તેલ બનાવવા માટેની સામગ્રી
આમળાનો રસ 1 કપ, નાળિયેર તેલ – 1 કપ, એરંડીયાનું તેલ 1 કપ

કેવી રીતે બનાવશો આમળા તેલ
આમળાનો રસ અને નાળિયેર તેલ તેમજ એરંડીયાનું તેલ ગરમ પાણીમાં વાટકીમાં ઉકળવા મુકો બરાબર ઉકળી જાય પછી મિશ્રણને ગાળી લો અને તેને બોટલમાં સ્ટોર કરો. જો તમે ઈચ્છો તો તમે તેમાં ઓલિવ, બદામ તેલ પણ ઉમેરી શકો છો.

કેવી રીતે વાપરવું
આમળા તેલને માથું ધોવાનાં 20 મિનિટ પહેલાં બરાબર માલિશ કરો અને લગાવો. આ પછી વાળને હળવું શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વાર આમળા તેલ લગાવવાથી તમે જાતે જ તફાવત અનુભવશો.

આમળા તેલના ફાયદા
તે રક્ત પરિભ્રમણ વધારે છે અને વાળને પોષક તત્વો પૂરો પાડે છે, તેનાથી વાળની ​​વૃદ્ધિ ઝડપથી થાય છે.વાળના મૂળ મજબૂત બને છે અને ખરતા વાળ અટકી જાય છે. જો તમને ખોડાની સમસ્યા હોય તો આ તેલને લગાવતા પહેલા સહેજ હુંફાળુ ગરમ કરીને વાળ પર માલિશ કરશો તો વધારે ફાયદો થશે.

આ વીડિયો જુઓ: ઔષધીય ગુણોથી ભરપૂર છે કાળામરી, દૂર કરે છે આ બીમારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન