homemade mango ice cream that tastes like you will make again
  • Home
  • Featured
  • બજારમાં આવવા લાગી છે કેરી, ઘરે બનાવો મેંગો આઇસ્ક્રીમ સ્વાદ એવો કે ફરી ફરી બનાવશો

બજારમાં આવવા લાગી છે કેરી, ઘરે બનાવો મેંગો આઇસ્ક્રીમ સ્વાદ એવો કે ફરી ફરી બનાવશો

 | 11:42 am IST

હાલ બજારમાં કેરી આવવા લાગી છે. તમે આઇસ્ક્રીમ બનાવી ગરમીને ભગાડી શકો છો. આ આઇસ્ક્રીમ ખુબજ સ્વાદિષ્ટ બને છે. તો રાહ કોની જુઓ છો જટપર નોંધી લો રેસીપી મેંગો આઇસ્ક્રીમની.

મેંગો આઇસ્ક્રીમ બનાવવા જોશે સામગ્રી

વાટકી તાજો બનાવેલો કેરીનો રસ,

અડધી વાટકી ખાંડ,

1 વાટકી દૂધ,

અડધી વાટકી ફ્રેશ મલાઇ,

પા વાટકી મિલ્ક પાવડર,

બદામ પિસ્તા

થોડી કાપેલી કેરી

મેંગો આઇસ્ક્રીમ બનાવવાની રીત

સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિલ્ક પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો.

હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રીઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટમાં નાંખી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી સર્વ કરો. આ આઇસ્કીમ માર્કેટ જેવો જ ટેસ્ટી બને છે. એક વખત જરૂરથી ટ્રાઈ કરી જુઓ.

આ વીડિયો જુઓ: ચોકલેટ શ્રીખંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન