Technology: honda activa 125 bs6 launch on 11 september
  • Home
  • Featured
  • Hondaના પોપ્યુલર સ્કૂટર એક્ટિવામાં થયા આ ફેરફાર, નવી કિંમત પર ઓફર જોરદાર

Hondaના પોપ્યુલર સ્કૂટર એક્ટિવામાં થયા આ ફેરફાર, નવી કિંમત પર ઓફર જોરદાર

 | 4:13 pm IST

હોન્ડાએ તેના પોપ્યુલર સ્કૂટર એક્ટિવા 125ને બીએસ 6 મોડલ સાથે 11 સપ્ટેમ્બરે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીનું પ્રથમ બીએસ 6 ટુ-વ્હિલર હશે. હોન્ડાએ કેટલાક મહિના પહેલા BS6 એક્ટિવા 125 સ્કૂટરને રજૂ કર્યું હતું. તે સમયે આ સ્કૂટરના લોન્ચિંગની તારીખની માહિતી વિશે કોઇ જાણકારી આપી ન હતી. બીએસ 6 એક્ટિવાનો લુક બીએસ 4 વાળા મોડલ જેવો જ છે. ફ્રેશ લુક આપવા માટે બીએસ 6 ના મોડલમાં કેટલાક કોસ્મેટીક અપડેટ કરવામાં આવ્યા છે. આ અપડેટ્સ સ્કૂટરની હેડલાઈટ, એપ્રન અને સાઇડ પેનલ્સ પર જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે હોન્ડા તેની બેસ્ટ સેલિંગ સ્કૂટર એક્ટિવા 125 પર મોટી ઓફર લઈને આવી છે. આ સ્કૂટર પર કંપની લો ડાઉન પેમેન્ટ, કેશબેકથી લઈને 2100 રૂપિયા સુધીના ફાયદા આપી રહી છે.

જો તમે પેટીએમ દ્વારા આ સ્કૂટર ખરીદો છો, તો તમને 7,000 રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે. આ ઓફરોથી સંબંધિત વધુ માહિતી માટે તમે તમારા નજીકના વેપારી પાસે જઈ શકો છો અથવા www.hondajoyclub.com પર લોગિન કરીને અને 1800-532-2555 પર કોલ કરીને તમામ વિગતો જાણી શકો છો.

તમે ફક્ત 1100 રૂપિયાના ડાઉન પેમેન્ટમાં નવું હોન્ડા એક્ટિવા 125 ઘરે લઈ શકો છો. કંપની એક્ટિવા 125 પર ‘નો કોસ્ટ ઇએમઆઈ’ પણ આપી રહી છે. આ ઉપરાંત સ્કૂટર ખરીદવા પર ફાઇનાન્સ દરમિયાન થતી પ્રોસેસિંગ ફી તમારી પાસેથી લેવામાં આવશે નહીં. તમે આ સ્કૂટરને ઝીરો પ્રોસેસિંગ ફી પર ખરીદી શકો છો. એટલું જ નહીં, હોન્ડા તેના પર તમને 2100 સુધીના વધારાના ફાયદા પણ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન