હોન્ડાનું ધમાકેદાર બાઇક થયુ લૉન્ચ, યામાહા-TVSના બાઇકને આપશે સીધી ટક્કર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0425 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હોન્ડાનું ધમાકેદાર બાઇક થયુ લૉન્ચ, યામાહા-TVSના બાઇકને આપશે સીધી ટક્કર

હોન્ડાનું ધમાકેદાર બાઇક થયુ લૉન્ચ, યામાહા-TVSના બાઇકને આપશે સીધી ટક્કર

 | 4:26 pm IST

હોન્ડાએ પોતાની નવી બાઇક X-Bladeને ભારતમાં લૉન્ચ કરી દીધી છે. આ બાઇકની કિંમત 78,500 (એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. આ બાઇકની કિંમત CB Hornet 160Rની તુલનામાં 3,859 રૂપિયા ઓછી રાખવામાં આવી છે, જેની કિંમત 82,359 રૂપિયા (એક્સ શોરૂં) હતી. X-Bladeને ઓટો એક્સપો 2018 દરમિયાન રજૂ કરવામા આવી છે. બાદમાં તેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

હોન્ડાએ X-Bladeને યુવાનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. આ જ કારણે જ આ બાઇકને આક્રામક ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યુ છે. કંપનીએ તેને રોબો ફેસ નામ આપ્યું છે. નવી X-Bladeમાં ટૉલર ફ્લોર્ટ સ્ક્રિન, અંડરબેલી કાઉન, ચંકી ગ્રેબ અને એક રીડિઝાઇન કિરેલ LED ટેલ લેમ્પ આપવામા આવ્યું છે.

આ નવી મોટરબાઇકમાં ફુલ ડિઝિટલ કંટ્રોલ આપવામાં આવ્યું છે, જે Hornetમા પણ હતું, જોકે આ બાઇકમા ગિયર ઇન્ડીકેટર, સર્વિસ ઇન્ડીકેટર, હાજાર્ડ લાઇટ અને વ્હાઇટ બેકલાઇટટને પણ જોડવામાં આવ્યો છે. એન્જીનની વાત કરીએ તો તેમા CB Hornet 160R માફક જ 162.7cc એર કુલ્ડ મોટર આપવામાં આવી છે. જોકે આ એન્જીન 8,500rpm પર 13.9hpનો પાવર અને 6,000rpm પર 13.9Nmનો ટૉર્ક પેદા કરે છે. આ એન્જીનને ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગેરબોક્સથી જોડવમાં આવ્યું છે.

X-Blade મા 80/110 R17 અને 130/70 R17 સેક્શન ટાયર આપવામાં આવ્યા છે. બ્રેકિંગ માટે તેના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને પાછળની સાઇડ એક ડ્રમ યૂનિટ આપવામાં આવ્યું છે. આ નવી બાઇક ગ્રાહકોને માર્વલ બ્લૂ મેટાલિ, પર્લ ઇગનિયસ બ્લેક, મેટ ફ્રોઝન સિલ્વર, પર્લ સ્પાર્ટન રેડ અને મેટ માર્શલ ગ્રીન મેટાલિક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. ભારતીય બજારમાં આ બાઇકનો મુકાબલો ખુબ જ જલ્દી આવનારી TVS Apache RTR 160, Yamaha SZ-RR और Hero Xtreme Sportsથી થશે.