Honey helps to calm Mars Honey, know how?
  • Home
  • Astrology
  • મંગળને શાંત કરવામાં મદદરૂપ થાય છે મધ , જાણો કેવી રીતે ?

મંગળને શાંત કરવામાં મદદરૂપ થાય છે મધ , જાણો કેવી રીતે ?

 | 9:00 am IST

રાશિ શાસ્ત્ર

આપણે ગત સપ્તાહે મધ વિશે વાત કરી રહ્યાં હતાં. મધના ઔષધીય ગુણ ભરપૂર છે તે આપણે સૌ જાણીએ જ છીએ. કોઇપણ કડવી દવા સાથે જો મધ ભેળવીને તે પીવામાં આવે તો તે કડવી નહીં લાગે. વળી તે દવા મધ સાથે ભળતાં બમણી ગુણકારી બની જશે. મધ નાનાં બાળકોને પણ ખાસ ચટાડવામાં આવે છે. માત્ર ષધીય દૃષ્ટિએ જ નહીં, મધ કુંડળીના ગ્રહની દશા મજબૂત કરવામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે. તે ભાગ્યવૃદ્ધિમાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. તે કઈ રીતે તે વિશે આપણે વિગતે વાત કરીએ.

શુક્ર   

જે મનુષ્યની કુંડળીમાં શુક્ર નબળો હોય અને તે વ્યક્તિને માઠાં ફળ આપી રહ્યો હોય અને તેને કારણે જીવનમાં હેરાનગતિ થતી હોય તો ચાંદી અથવા તો માટીના વાસણમાં મધ નાખીને તેના ઉપર કપડું ઢાંકીને ઘરમાં કોઇ ઊંચાઇવાળી જગ્યાએ તેને રાખી દો. આ પાત્રને એવા સ્થાને રાખો કે જ્યાં તે સુરક્ષિત રહે, તેને કોઇ ઢોળી કે ફોડી ન શકે. શુક્ર નબળો હોવાથી વ્યક્તિ સ્ત્રીસુખ, ધનસુખ, પોતાની જમીન લેવાથી, વાહન લેવાથી અને પોતાનું ઘર લેવાથી વંચિત રહે છે. આ ગ્રહ નબળો હોવાથી ઉપર જણાવેલી વસ્તુનું સુખ પ્રાપ્ત નથી થતું, તે સુખ આપણા હાથવેંતમાં હોય અને હાથમાંથી જતું રહે છે. એવે સમયે મધનો આ ઉપયોગ નબળા શુક્રને સબળ કરશે.

મંગળ  

મંગળ જો કુંડળીમાં બારમા સ્થાને હોય તો તમારા દિવસની શરૂઆત મધથી કરો તેનાથી અચૂક લાભ થશે. આ માટે રોજે ખાલી પેટ એક ચમચી મધ પીવું, જન્મકુંડળીના બારમા ભાવમાં મંગળ મંદ હોય તો વિવાહમાં વિલંબ થઇ શકે છે. આમ ન થાય તે માટે તમે મધનું સેવન કરો, મધનું સેવન કરવાથી વિવાહમાં વિલંબ નહીં થાય તેમજ મંગળના કારણે કોઇ શારીરિક તકલીફ હોય, બીમારી વધારે આવતી હોય તો તેનાથી પણ મુક્તિ મળી જશે. વળી મંગળ અતિ ક્રોધિત હોય, જેને કુંડળીમાં ભારે મંગળ હોય તેણે મંગળની શાંતિ માટે નદીના પાણીમાં પાંચ ચમચી મધ નાંખવું. આમ કરવાથી ભારે મંગળ શાંત થશે.

શુક્ર  

કુંડળીના બીજા ભાવમાં જો શુક્ર બેઠો હોય તો તે જાતકોએ મધનું દાન કરવું જોઇએ. આનાથી સંતાન સંબંધિત તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે. જેને પુત્ર જોઈતો હોય અને કુંડળીના બીજા ભાવમાં શુક્ર બેઠો હોય, જે પુરુષની કુંડળીમાં ખાસ કરીને તેને પુત્ર થવામાં સમસ્યા નડતી હોય છે. આ જાતકો જો મધનું દાન કરશે તો તેમને ચોક્કસ પુત્રરત્ન પ્રાપ્ત થશે.

નોકરી માટે  

જો કુંડળીના નવમાં ભાવમાં શુક્ર નબળો હોય તો તે જાતકોને નોકરી મળવામાં ખૂબ તકલીફ થાય છે. જે જાતકો ધંધો કરવા ઇચ્છતા હોય તે લોકો પણ ખૂબ મહેનત કરે તો પણ ધંધામાં બરકત નથી થતી. ખૂબ મહેનત કરે ત્યારે માંડ થોડા રૂપિયા રળી શકતાં હોય છે. આનું કારણ નવમા ભાવમાં શુક્ર નબળો હોઇ શકે છે. જો આવું હોય તો માટીના વાસણમાં મધ ભરીને તે વાસણને ઘરમાં એક ખાડો કરીને તેમાં દાટી દો. આમ કરવાથી શુક્રની સ્થિતિ સુધરશે અને નોકરી-ધંધામાં તરત બરકત થવા લાગશે.

નોંધ : મધ ગરમ પ્રકૃતિવાળું હોય છે, તેથી જે જાતકોની તાસીર ગરમ હોય તેણે આ ઉપાય અજમાવવા ન જોઇએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન